અપહરણ:ખંભાળિયામાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ

ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્નેના સગડ મેળવવા પોલીસની ક્વાયત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા પંથકમાં રહેતા એક પરીવારની સગીર વયની પુત્રીને લગ્નની લાલચ આપી એક શખસ અપહરણ કરી લઇ ગયાની ફરીયાદ નોંધાઇ છે.પોલીસે ગુનો નોંધી અપહ્યત સગીરા અને અપહરણકારના સગડ મેળવવા કવાયત હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ખંભાળીયા શહેરમાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રી (ઉ.17 વર્ષ,10 માસ)વાળીને આરોપી જીગર હરેશભાઇ રાઠોડ નામનો શખ્સ કોઈ પણ રીતે લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામના ઇરાદે સગીરાને અપહરણ કરી લઈ ગયાનો બનાવ બહાર આવ્યો છે.

આ બનાવની ભોગગ્રસ્ત સગીરાના પિતાની ફરીયાદ પરથી ખંભાળિયા પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે. પોલીસે અપહ્યત સગીરા અને અપહરણકારના સગડ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવે પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...