તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:દ્વારકામાં મનદુઃખનો ખાર રાખી યુવાન ઉપર હુમલો

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તલવાર, છરી, પાઇપ વડે 5 શખસ તૂટી પડ્યા

યાત્રાધામ દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાન પર જુના ઝઘડાનુ મનદુ:ખ રાખી ગેરકાયદે મંડળી રચી તલવાર,છરી,પાઇપ વડે હુમલો કરી જીવલેણ ઇજા કર્યાની ફરીયાદ પાંચ શખ્સો સામે નોંધાઇ છે.જે હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દ્વારકામાં નરસંગ ટેકરી ખાળી તળાવ રોડ પર રહેતા યુવરાજભા લાલાભા માણેક નામના યુવાને પોતાના પર તલવાર,છરી,પાઇપ જેવા ઘાતક હથિયાર વડે હુમલો કરી ઇજા કરવા અંગે શુકાભા હઠીયાભા માણેક, વેરશીભા હઠીયાભા માણેક, અતુલભા કાનાભા સુમણિયા, લાલાભા રામાભા સુમણિયા અને કારૂભા પોલાભા માણેક સામે ફરીયાદ નોંધાવી છે.

અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી આરોપીઓ એકસંપ થઈ ગેરકાયદે મંડળી રચી હાથમાં તલવાર, છરી તથા લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયાર ધારણ કરી આરોપી લાલાભા તથા કારૂભાએ યુવરાજભાને પકડી રાખી આરોપી શુકાભા તથા વેરશીભા તથા અતુલભાએ યુવરાજભાને શરીરે ઘાતક હથિયારોના માર મારી શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચાડીનુ તેમજ આરોપી કારૂભાએ ગાળો આપી યુવરાજભા સાથે ઝપાઝપી કરી શરીરે મુંઢ ઇજાઓ પહોંચાડયાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.આ બનાવની ઇજાગ્રસ્ત યુવરાજભાની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...