તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમારકામ:ખંભાળિયા પાલિકાને જ્ઞાન લાદ્યું , જે ખાડાઓમાં પથ્થરો નાખ્યા હતા તે બધા રોડના સમારકામ શરૂ કર્યા

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે વરસાદમાં ધોવાયેલા રસ્તાઓ પર પાલિકાએ થાગડ-થીંગડ શરૂ કર્યું હતું
  • રેલ્વે સ્ટેશનથી જામનગર હાઈ-વે, જડેશ્વર રોડ, ચાર રસ્તાથી રેલ્વે સ્ટેશન, જોધપુર ગેઇટ, નગરગેઇટથી રેલ્વે સ્ટેશન સુધીના રોડ બિસ્માર

દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં ભારે વરસાદથી શહેરના તમામ મુખ્ય રોડ ધોવાયા છે. એક વર્ષ પૂર્વે જ બનેલા રોડની હાલત બિસમાર બની છે.ખંભાળિયા પાલિકાની રોડની કામગીરી બાબતે શહેરીજનોમાં ભારે રોષ પણ ઉઠ્યો છે.પાલિકા દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધા આપવામાં એક પણ કામગીરી વખાણવાલાયક નથી.જિલ્લાના વડુમથક શહેરમાં જ રોડની હાલત બિસમાર છે. બિસમાર રોડ અંગેનો ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થતા ઉંઘમાંથી સફાળા જાગેલ પાલિકા તંત્રએ આખરે વરસાદ બંધ રહેતા પાલિકા તંત્ર દ્વારા શહેરના મુખ્ય બિસમાર રોડનું સમારકામ શરૂ કરતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

ખંભાળિયા શહેરના મુખ્ય રસ્તાઓ રેલ્વે સ્ટેશનથી જામનગર હાઇવે સુધી, જડેશ્વર રોડ, ચાર રસ્તાથી રેલ્વે સ્ટેશન રોડ, જોધપુર ગેઇટ વિસ્તારનો રોડ અને નગરગેઇટથી રેલ્વે સ્ટેશન સુધીના રોડ સહિતના શહેરના મુખ્ય રાજમાર્ગો પર ઠેર-ઠેર ખાડાઓ પડ્યા છે. વરસાદ બંધ રહેતા ખંભાળિયા પાલિકા દ્વારા મેટલિંગની કામગીરી હાથ ધરી હતી.

નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના રસ્તાઓમાં પડી ગયેલા ખાડાઓનું નિરીક્ષણ કરી લેવલીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના બિસમારો રોડની પ્રાંત અધિકારી દિનેશ ગુરવ દ્વારા સ્થળ મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ગેરંટી પિરિયડ રોડને એજન્સી રિપેરિંગ નહીં કરે તો ડિપોઝિટ જપ્ત થશે
શહેરના મુખ્ય રસ્તાઓ પર હાલ મેટલિંગની કામ હાથ ધરવામાં આવ્યું હતું. ચોમાસા ની સિસ્ટમ હળવી થશે તો ડામર રોડ પર પડેલ ખાડાઓમાં રિકાર્પેટીંગની કામગીરી હાથ ધરવામાં આવશે અને જે રોડ ગેરંટી પીરિયડમાં હસે તે એજન્સી રીપેરીંગ કરવામાં નિષ્ફળ જશે તો તેની ડિપોઝિટની રકમ જપ્ત કરવામાં આવશે. > અશ્વિન ગઢવી, પાલિકા ચીફ ઓફિસર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો