તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:ખંભાળિયા નગરપાલિકાનું 2020-22ના વર્ષનું 2.57 કરોડની પુરાંત વાળુ બજેટ સર્વાનુમતે મંજુર

ખંભાળિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2021-22ના વર્ષનું 2.57 કરોડની પુરાંત વાળુ બજેટ સર્વાનુમતે મંજુર
 • નલ સે જલ યાેજના માટે ખાસ ગ્રાંટનો સમાવેશ કરાયો

દેવભૂમી દ્વારકા જિલ્લાની ખંભાળિયા નગરપાલિકાની નવા હોદેદારોની પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમા 2021અ22નું 2.57 કરોડની પુરાંત વાળુ વિકાસલક્ષી અંદાજપત્ર સર્વાનુમતે મંજુર કરવામા આવ્યુ હતું.

જાહેર બાંધકામ માટે રૂા. 41.74 કરોડ , વોટર વર્કસ માટે રૂા. 3.24 કરોડ, પબ્લીક હેલ્થ એન્ડ સેનીટેશન માટે રૂા.1 કરોડ , જાહેર આરોગ્ય માટે રૂા. 21 લાખ, જનરલ એડમીનીસ્ટ્રેશન માટે રૂા. 2.74 કરોડ, ઉત્સવો અને સમારંભો માટે રૂ. 5 લાખ તથા અન્ય મળી કુલ રૂા. 64.13 કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે રજુ થયેલ જેમાં સને 2020-21ની ઉઘડતી સિલક રૂા. 25.79 કરોડ, સને 2021-22ની અંદાજીત ઉપજ રૂા. 40.91 કરોડ મળી કુલ રૂા .66.70 કરોડ નું અંદાજપત્ર રૂા. 2,57,68,939ની અંદાજી સિલક સાથેનું મંજુર કરવામાં આવ્યું હતું. ઉપજમા હાઉસ ટેકસ, સફાઈ વેરો, વોટર ટેકસ, શો ટેકસ, ગટર ટેકસ, મકાન જમીન ટેકસ, અન્ય કરો, કારખાના ટેકસ અને કેબલ ટી.વી. ટેકસનો સમાવેશ કરવામાં આવેલ.

અન્ય આવકમાં જન્મ મરણ નોંધણી ફી, વ્યવસાય વેરા ફી , ટેન્ડર ફી , મિલ્કત ટ્રાન્સફર ફી , જમીન ભાડા ઉપજ , શાક માર્કેટ ભાડા ઉપજ , મકાન દુકાન ભાડુ તથા જુદી જુદી ગ્રાંટો જેવી કે, ધારાસભ્યની ગ્રાંટ , સંસદ સભ્યની ગ્રાંટ , સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ , જિલ્લા આયોજન મંડળની ગ્રાંટ, સોલીડ વેસ્ટ અન્વયેની ગ્રાંટ, વ્યવસાય વેરા ગ્રાંટ, 15મું નાણાપંચ યોજના ગ્રાંટ, નલ સે જલ યોજના માટેની ખાસ ગ્રાંટનો ઉપજમાં સમાવેશ થયેલ છે.

મંગળવારની આ ખાસ સામાન્ય સભામાં કારોબારી સમિતિ તથા અન્ય સમિતિના ચેરમેનોની નિયુકિત સર્વાનુમતે કરવામા આવી હતી.

એક પણ નવા કરવેરા વગરનું વિકાસલક્ષી અંદાજપત્ર
ખંભાળિયા નગરપાલિકાનું સને 2021-22નું રૂા. 2.57 કરોડની પુરાંતવાળુ આ વિકાસલક્ષી અંદાજપત્રમા સને 2021-22ના વર્ષ દરમ્યાન એક પણ નવો કરવેરો રાખવામાં આવેલ નથી અને હાલના કરવેરાના દરમાં પણ કોઈ વધારો કરાયો નથી. છતા પણ રૂા. 2.57 કરોડની જંગી પુરાંતવાળું અંદાજપત્ર રજુ થયેલ છે. પાલિકા એકાઉન્ટન્ટ રમેશભાઈ થાનકી, ચીફ ઓફીસર અતુલચંદ્ર સિન્હા, પાલિકાના પદાધિકારીઓ તથા સ્ટાફ દ્વારા સંકલન કરી અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો