તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ખંભાળિયા પાસે કંપનીમાંથી 3.42 લાખના સલ્ફરની ચોરીનો પ્રયાસ

ખંભાળિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ ટ્રકમાં જથ્થો લઇ જતા 12 શખસો સામે ગુનો નોંધી તપાસ

ખંભાળિયા-જામનગર હાઈવે પર આવેલી ન્યારા એનર્જી કંપનીમાંથી ત્રણ ટ્રકમાં 3.42 લાખના કિંમતના સલ્ફરની ચોરીના પ્રયાસ સબબ પોલીસે ટ્રક માલિક સહિત 12 શખસો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત થતી માહિતી મુજબ ખંભાળિયાથી 20 કીમી દૂર આવેલી ન્યારા એનર્જી કંપનીના સલ્ફર પ્લાન્ટમાંથી 12 શખસોએ પૂર્વયોજિત કાવતરું રચીને કંપની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી રૂ.3,42,268ની કિંમતના 24.84 મેટ્રિક ટન સલ્ફરનો જથ્થાની ચોરી કરી ત્રણ ટ્રકમાં લઈ જવામાં આવ્યો હતો.

આથી ચોરીના પ્રયાસ અંગે કંપનીના કર્મચારી સંજય કૈલાશ ફુલવામાંએ ફરિયાદ નોંધાવતા પોલીસે ખંભાળિયામાં રહેતા યોગરાજસિંહ રઘુભા જાડેજા, રાજેન્દ્રસિંહ અનોપસિંહ જેઠવા, સોડસલાના મહાવીરસિંહ નટુભા જાડેજા, બ્રિજરાજસિંહ ભીખુભા ઝાલા, લાલપુરના મીઠોઇમાં રહેતા સુખદેવસિંહ નટુભા જાડેજા, ટ્રકના ચાલક અને કલીનર રાણાવાવના રામદેભાઈ માલદેભાઈ ઓડેદરા, મડિયાભાઈ ભલ્લોભાઈ શિગાળ, સોહન મેહરસિંહ બારીયા, કિરણભાઈ નારૂભાઈ પરમાર, રવિભાઈ, કપિલકુમાર અમૃતલાલ પરમાર,કાંતિલાલ છગનભાઇ પરમાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો