ચકચાર:ખંભાળિયાના વેપારી પુત્રને વ્યાજે ધીરેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ધમકી

ખંભાળિયા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • રૂા.2.38 લાખના ચારેક માસ બાદ રૂ.14.62 લાખ વ્યાજખોરે માંગ્યાની ફરિયાદ

ખંભાળિયામાં ખ્યાતનામ પેઢી ધરાવતા વેપારી પુત્રને રૂ.2,38,750 વ્યાજે આપી ટૂંકા સમયગાળામાં જ રૂ. 14,62,500ની પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરે વેપારી પુત્રને ઉપાડી જવાની પણ ધમકી આપતા પઠાણી ઉઘરાણી કર્યાની પોલીસ દફતરમાં ફરીયાદ નોંધાઇ છે.પોલીસે વ્યાજખોર સામે ગુનો નોંધી આરોપીને સકંજામાં લીઘો છે.

શહેરમાં રહેતા અને દાયકાઓ જૂની પરેશ ટ્રેડિંગનામની વેપારી પેઢીના સંચાલક નિલેશભાઈ કુંડલીયાના પુત્ર અભી કુંડલીયા દ્વારા ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા આરોપી અમિત ભીમભાઈ મોવર નામના શખ્સ પાસેથી રૂપિયા 238750 ઉંચા ટકા વ્યાજે લીધા હતા. ઉપરોક્ત રકમ સામે આરોપી અમિત મોવરે વ્યાજનો તોતિંગ હિસાબ ફરિયાદી અભીના પિતા નિલેશભાઈને આપી રૂ. 14,62,500ની પઠાણી ઉઘરાણી કરી હતી.

આટલુ જ નહી, આરોપીદ્વારા આપેલી રકમની ખોટી પેનલ્ટી અને રોજના 10 ટકા કે 10 હજારની ગણતરીના વ્યાજ ચડાવી ફરિયાદીના પિતા પાસે માંગણી કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે.જો ફરિયાદી અભી રૂપિયા ન આપે તો આરોપીએ તેને વાડીએ ઉપાડી જવાની ધાક ધમકી ઉચ્ચારી હોવાનુ સામે આવ્યુ છે.

આ સમગ્ર મામલે ફરિયાદી અભીએ આરોપી અમિત ભીમભાઈ મોવર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા નાણા ધીરધાર અને ધમકી સહિતની કલમો હેઠળ આરોપી સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. બનાવે શહેર સહિત વેપારી આલમમાં ભારે ચર્ચા જગાવી છે.પોલીસે આરોપી શખ્સને પણ સકંજામાં લઈ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...