તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:જિલ્લા પંચાયતના જૂનિયર કલાર્કને બઢતી મળતા ના. ચીટનીશની પરીક્ષા માટે લાયક ગણો

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિનિયર કલાર્કની જગ્યા અપગ્રેડ કરવા માંગ, દ્વારકા જિ.પં.ના વર્ગ-3ના કર્મીઓ દ્વારા રજૂઆત

દ્વારકા જિલ્લા પંચાયતના વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા જૂનિયર કલાર્કને બઢતી મળતા જ તુરંત નાયબ ચિટનીશ માટે ખાતાકિય પરીક્ષા આપી શકે અને સિનિયર કલાર્કની જગ્યાને અપગ્રેડ કરવાની માંગણી સાથે જિલ્લા વિકાસ અધિકારી મારફતે ગ્રામગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પત્ર પાઠવી રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યા અનુસાર નાયબ ચિટનીશ પંચાયત સેવા (વર્ગ-3) / મદદનીશ ટીડીઓ(વર્ગ-3), વિતરણ અધિકારી પંચાયત, સહકાર, ખેતી વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓને આ સંવર્ગમાં બઢતી મળ્યા બાદ ઉપલી કેડરની બઢતીવાળી જગ્યા માટે તુરત જ યોજાનારી પરીક્ષાઓમાં બેસવા માટે લાયક ગણવામાં આવે છે. જ્યારે સિનિયર ક્લાર્ક(વહીવટ) સંવર્ગના કર્મચારીઓને સિનિયર ક્લાર્કમાં બઢતી મળ્યા બાદ ત્રણ વર્ષ થયાં પછી નાયબ ચિટનિશની પરીક્ષા આપવા માટે લાયક ગણવામાં આવે છે.

વધુમાં વર્ષ 2007 કે બાદ ફિક્સ પગારથી નિમણૂક પામેલા અન્ય સંવર્ગના કર્મચારીઓને બઢતી માટે તેની સીનીયોરિટીમાં તેઓની ફિક્સ પગારમાં બજાવેલી સેવાઓને બઢતી માટે ગણી આપવામાં આવેલ છે. જ્યારે જુનિયર ક્લાર્ક સંવર્ગમાં ફિક્સ પગારથી અથવા તો રહેમરાહે નિમણૂક પામેલા 2004ની ભરતીના કર્મચારીઓ માટે કોઈ જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો નથી. જેના લીધે આવી નિમણૂક પામેલા કર્મચારીઓ ફરજમાં સિનિયર હોવા છતાં બઢતીથી વંચિત રહ્યા છે. જે વિસંગતા પણ દુર કરવા માટે સરકાર કક્ષાએથી કર્મચારીઓના હિતમાં જરૂરી આદેશો થવા માંગણી કરી છે.

સિનિયર ક્લાર્ક સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ સિનિયર ક્લાર્ક સંવર્ગમાં બઢતી મળ્યા બાદ તુરત જ નાયબ ચીટનિશ (પંચાયત સેવા) / મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારીની પરીક્ષામાં બેસવા લાયક ગણવામાં આવે તો તેને પણ નિયત તકોનો લાભ મળી રહે અને કોઈપણ કર્મચારીએ પોતાની સિનિયોરિટી ગુમાવવી ન પડે માટે કર્મચારીઓના ન્યાયના હિતમાં યોગ્ય કરવા રજુઆતમાં માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...