શ્રદ્ધા:ખંભાળિયાના કેશોદ ગામમાં પ્રથમ નોરતે આવળ માતાજીના મંદિરે જાતરની ઉજવણી

ખંભાળિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા,ઢોલ શરણાઈના નાદ પર પરંપરાગત ચારણી રમતનું આયોજન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માં આદ્યશક્તિના પર્વને અનુલક્ષી ભકિતભાવ સાથે ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.ગુરૂવારે નવરાત્રીના પ્રથમ નોરતે જ ભાવિકો વહેલી સવારથી માં આદ્યશક્તિના મંદિરે હવન હોમ,પૂજા પાઠ અને આદ્યશક્તિના દર્શન ઉમટ્યા હતા.ખંભાળીયાના રૂડી લાખી માતાજી મંદિર, સોનલ માતાજી મંદિર, આશાપુરા માતાજી મંદિર, હર્ષદ માતાજી મંદિર, ગાયત્રી માતાજી અને હરીપરના સુરજબા માતાજી તેમજ આલબાઈ માતાજી અને અંબેમાં મંદિર સહિત આદ્યશક્તિઓના મંદિરે લોકોએ નવરાત્રીના પ્રથમ નોરતે પુજન અર્ચન અને આરાધના કરી હતી.

ખંભાળીયા પાસે કેશોદ ગામે આવળ માતાજીના મંદિરે નવરાત્રીના પ્રથમ નોરતે પરંપરાગત જાતરનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે આ વર્ષે કોરોનાથી હળવાશ મળતા જાતરના આયોજનમાં ભાવિકો ઉમટ્યા હતા અને ઢોલ શરણાઈના નાદ સાથે ગઢવી સમાજ દ્વારા પરંપરાગત ચારણી રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા. આવળ માતાજીની જાતરમાં અઢારેય વર્ણમાંથી લોકો દર્શનાર્થે આવે છે.

અન્ય સમાચારો પણ છે...