કાર્યવાહી:જામ રોજીવાડામાં અડધી પેટી દારૂ સાથે એક ઝબ્બે, બે શખસો હાથ ન લાગતા પોલીસ દ્વારા શોધખોળ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામરોજીવાડાના પાટીયા પાસેથી પોલીસે અડધી પેટી દારૂ સાથે એક શખસને દબોચી લીઘો હતો. જયારે દરોડા વેળા અન્ય બે શખસો હાથ ન લાગતા પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ભાણવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ મળેલી બાતમીના આધારે પોલીસે જામ રોજીવાડા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી જે દરમિયાન પોલીસે શંકાસ્પદ હાલતમાં મળી આવેલા રવિ વજશીભાઇની તલાશી લેતા તેના કબજામાંથી ઇંગ્લીશ દારૂની છ બોટલ મળી આવી હતી.

આથી પોલીસે દારૂનો જથ્થો કબજે કરી તેની અટકાયત કરી હતી.જયારે આ દરોડા આરોપી ભીમશી ખીમાભાઇ ભેડા તથા રાકેશ દેવાભાઇ મોરી હાથ ન લાગતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી બંને શખસોને ફરાર જાહેર કરી તેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે, દેવભૂમિ પંથકમાં આગામી ચુંટણીઓ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે બુટલેગરો સક્રિય બનતા પોલીસે શરૂ કરેલી ઘોંસ યથાવત રાખી છે જેમાં ઇંગ્લીશ દારૂનો વધુ જથ્થો કબજે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...