તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા:ખંભાળિયા ચારણ કુમાર છાત્રાલયમાં આઈસોલેટ સેન્ટર અને કોરોના દર્દીની નિઃશુલ્ક OPD શરૂ

ખંભાળિયા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
રોજ સવારે 10થી 1 વાગ્યા સુધી નિ:શુલ્ક ઓપીડી શરૂ કરાઈ છે. - Divya Bhaskar
રોજ સવારે 10થી 1 વાગ્યા સુધી નિ:શુલ્ક ઓપીડી શરૂ કરાઈ છે.
 • ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમિતોની સંખ્યા વધતા લેવાયેલું સરાહનિય પગલું

ખંભાળીયામાં આઈ શ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજના અગ્રણીઓના સહયોગથી ચારણ કુમાર છાત્રાલય ખાતે ગઢવી સમાજ માટે કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે નિઃશુલ્ક ઓ.પી.ડી. તથા આઇસોલેટ સેન્ટર શરૂ કરાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણનો આંકડો 2 હજારને પાર કરી ચુક્યો છે. કોરોનાની આ બીજી લહેર શહેર સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણનો ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા એકાદ મહિના જેટલા સમયથી લોકોના જીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યા છે. અનેક લોકો કોરોના ઝપટે આવી જતા જીવ ગુમાવ્યા છે. ત્યારે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. તેમજ કોરોના દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી તેમજ હોસ્પિટલોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.

આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને રાખીને આઈશ્રી સોનલમાં એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ખંભાળીયા ગઢવી સમાજના સહયોગથી ચારણ કુમાર છાત્રાલય ખાતે નિઃશુલ્ક કોરોનાની સામાન્ય સારવાર અને આઇસોલેટ સેન્ટર શરૂ કરાયો છે. દરરોજ સવારના 10થી 1 ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી છે. તેમજ ડો.નરેન્દ્ર રૂડાચ, નર્સિંગ સ્ટાફ સહિત ગઢવી સમાજના આરોગ્ય ક્ષેત્રના લોકોનો સહયોગ સાંપડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો