તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવાર પર વજ્રધાત:કુબેર વિસોત્રીમાં અર્થિંગ તારના કરન્ટથી માસૂમ બાળકનું મોત

ખંભાળિયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજતંત્રની બેદરકારીનો પરીજનોનો આક્ષેપ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના કુબેર વિસોત્રી ગામે રહેતા એક પરિવારના એકના એક વહાલસોયા સાત વર્ષના પુત્રનું અર્થીંગ તારના કરન્ટથી કરુણ મોત નીપજતા પરિવાર પર આભ ફાટ્યું હતું.મળતી માહિતી મુજબ ખંભાળીયા તાલુકાના કુબેર વિસોત્રી ગામે રહેતા જાડેજા હરદેવસિંહ પ્રતાપસિંહના પુત્ર દક્ષરાજસિંહ(ઉ.વ.07) ગામની ગૌચરમાં સોમવારે બપોરે દોઢ વાગ્યાની આસપાસ ગાયો ભેંસો ચરાવી રહયા હતા ત્યારે PGVC દ્વારા લગાડવામાં ટીસીના અર્થીંગ તારના કરન્ટમાં અડી જતા તેમનું મોત નીપજ્યું હતું.

એકના એક પુત્રના આ આકસ્મિક મોતથી પરિવાર પર વજ્રધાત સાથે આભ ફાટી પડયુ હતુ.જયારે નાના એવા ગામમાં પણ ભારે શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ બનાવ અંગે કુબરે વિસોત્રી ગામના સરપંચના પતિ ગુલાબસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે,વિજ તંત્રની કથિત ભૂલને કારણે કરન્ટ લાગતા એકનો એક પુત્રનું કરુણ મોત નિપજ્યુ હોવાનુ પ્રથમ દ્રષ્ટિએ સામે આવ્યું છે.આ બનાવને પગલે ગામમા ભારે ગમગીની છવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...