તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રહેવાસીઓ ત્રાહિમામ:ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં પરોઢિયે વીજળી ગુલ થતાં દેકારો

ખંભાળીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 કલાકની જહેમત બાદ ફોલ્ટ મળ્યો, અંડર ગ્રાઉન્ડ કેબલ સળગી જતા વિક્ષેપ

ખંભાળીયામા પરોઢિયે રામનાથ સોસાયટી સહિતના વિસ્તારમાં વિજ પુરવઠો ઠપ્પ થતા અસહ્યય ઉકળાટ અને બફારાથી રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ગાઢ ઉંઘમાંથી સફાળા જાગેલા લોકોએ વિજ તંત્રની ઓફિસે કમ્પલેન માટે ઘસારો કર્યો હતો.

શહેરના રામનાથ સોસાયટી સહિત એક નંબરના વીજ ફીડરવાળા સ્થળો પર વહેલી સવારે સમગ્ર વિસ્તારમાં વિજળી ગુલ થઇ હતી.પરોઢીયે લોકો પંખા અને એ.સી.ની મઝા માણી રહ્યા હતા ત્યારે વીજ પુરવઠો ઠપ્પ થતા અસહ્ય ગરમી તથા બફારાથી રહેવાસીઓ સફાળા જાગી ગયા હતા.વિજ કચેરીએ કમ્પ્લેન માટે ઘસારો થતા ફોન પણ બંધ જેવો થઈ ગયો હતો. વીજ પુરવઠો બંધ થઈ જતા પી.જી.વી.સી.એલ.ના નાયબ ઈજનેર પઠાણે જુદી જુદી ચાર ટુકડી તથા લાઇનમેનો સાથે ચેકીંગ કરાવતા ચાર કલાકની જહેમતના અંતે દ્વારકા રોડ પરના 132 કે.વી.થી મેઈન વાયર જે અંદર ગ્રાઉન્ડ આવતો હતો તે સળગી ગયાનું માલુમ પડ્યું હતું. રામનગર ફીડરમાંથી વીજજોડાણ કરીને હાલ પૂરતો વીજ પુરવઠો પૂર્વવત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...