તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અકસ્માત:મીઠાપુરમાં બાઇક સ્લીપ થઈ કૂવામાં પડી જતાં એકનું મોત

જામ ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અક્ષરા સ્કુલ પાસે રાત્રે બનેલી ઘટના, અન્ય એકને ઇજા

મીઠાપુરમાં ટાટા કંપનીમાં સિક્યુરિટી ઓફિસરની ફરજ બજાવતા બે કર્મચારીઓ મોટર સાઇકલ લઈને મોજપ ગામેથી રાત્રે 12 વાગ્યાના સુમારે પરત ફર્યા હતા ત્યારે અક્ષરા સ્કૂલ પાસે બુલેટ મોટરસાયકલ સ્લીપ થઈ જતા રોડ નજીક કુવામાં પડી જતા એકનું મૃત્યુ થયું હતું અને એકને ઇજા થઇ હતી. પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

મીઠાપુર પોલીસ દફતરમાં નોંધાયેલી વિગત મુજબ, ટાટા કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા પરાક્રમસિંહ પૃથ્વીસિંહ ગોહિલ અને તેમની સાથે ટાટા કંપનીમાં સિક્યુરિટી ઓફિસરમાં ફરજ બજાવતા બાલાક્રિસન સુંદરમ મદ્રાસી દ્વારકા તાલુકાના મોજપ ગામે મિત્રના ઘરે જમીને પરત ફર્યા હોય ત્યારે રાત્રીના 12 વાગ્યાને સુમારે મીઠાપુર નજીક અક્ષરા સ્કૂલ પાસે બુલેટ મોટરસાયકલ નં- GJ 37 E 9090 પહોંચ્યા હોય ત્યારે રોડ પર ખાડામાં સ્લીપ થઈ જતા ચાલક પરાક્રમસિંહએ કાબુ ગુમાવી દેતા મોટરસાઇકલ રોડ નજીક આવેલ કૂવામાં પડી જતા પરાક્રમસિંહને સામાન્ય ઈજાઓ થઈને રાત્રે કુવામાંથી બહાર નીકળી આવેલ પરંતુ તેમની સાથે આવેલ બાલાક્રિષ્નની આખી રાત તપાસ કરેલ મળી ન આવતા બીજે દિવસે સવારે કૂવામાં તપાસ હાથ ધરતા મૃતદેહ મળી આવેલ હતો. મૃતદેહને બહાર કાઢી ટાટા હોસ્પિટલમાં લઈ આવેલ હોય અને પોલીસ દ્વારા પી.એમ. અર્થે લઈ જય આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવથી મૃતકના પરિવારમાં ભારે આઘાતની લાગણી પ્રસરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો