તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમસ્યા:ખંભાળિયામાં વોર્ડ-4ની બહેનોએ પાલિકામાં બેડા લઈ રામધૂન બોલાવી

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘી ડેમ માંથી આવતી પાણીની પાઇપ લાઇન તૂટી જતા શહેરના 60 ટકા વિસ્તારને હાલ પાણી પહોંચતું નથી
  • પાલિકા હાય-હાયના નારા

ખંભાળિયામાં 60 ટકા વિસ્તારમાં હાલ પાણી પુરવઠો બંધ થઈ જતા રોષે ભરાયેલી મહિલાઓ શુક્રવારે પાલિકા કચેરીએ પાણીના બેડા સાથે દોડી ગઈ હતી અને કચેરીમાં જ બેડા ઉંધા વાળીને રામધૂન શરૂ કરી દીધી હતી, પાલિકા હાય-હાયના નારા બોલાવતા અફડાતફડી મચી હતી.

ખંભાળિયામાં વોટર વર્કસ શાખાની પાઇપલાઇનના ટુકડા પાણીના વહેણમાં તણાઈ જતા હાલ થોડા દિવસથી શહેરમાં 60 ટકા વિસ્તારમાં પાણી પુરવઠો બંધ હોવાથી વોર્ડ-4ની બહેનોએ પાણીના બેડા સાથે નગરપાલિકાએ પહોંચી બેડા સાથે રામધૂન બોલાવીને ચીફ ઓફિસરને આવેદન પાઠવી રજુઆત કરી હતી. રજૂઆતમાં કહ્યું હતું કે, ખંભાળિયા શહેરમાં ખૂબ સારા પ્રમાણમાં સારો વરસાદ હોય અને ઘી ડેમ ઓવરફ્લો હોવા છતાં વોર્ડ-4માં પાંચથી સાત દિવસથી પાણી નથી મળી રહ્યું અને વિસ્તારમાં આવેલ હેન્ડપંપ પણ મોટા ભાગના બંધ હાલતમાં પડ્યા છે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમ કરીને વિરોધ કરવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો