તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

3 દિવસની મહેતલ અપાઈ:ખંભાળિયામાં પાલિકાના વાહનમાં કર્મચારીઓ ભાજપના ઝંડા લગાવવા નીકળી પડ્યા, COએ નોટિસ ફટકારી..!

ખંભાળિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીફ ઓફિસરે નોટિસ આપીને ઈલેક્ટ્રીક શાખાના વાયરમેનનો ખૂલાસો પૂછ્યો
  • સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ થતાં ઉહાપોહ સાથે સમગ્ર મુદ્દો ખંભાળિયામાં બન્યો ટોક ઓફ ધ ટાઉન

ખંભાળિયામાં વિરોધ પક્ષ વિહોણી નગરપાલિકાના કર્મચારીઓ પાલિકાના જ વાહનમાં ભાજપના ઝંડાઓ લગાવવા નિકળ્યા હોવાનો વીડિયો વાયરલ થતા સમગ્ર મુદ્દો શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.આ બાબત ધ્યાનમાં આવતા ચીફ ઓફિસરે સંબંધિત શાખાને નોટિસ આપી ત્રણ દિવસમાં ખૂલાસો રજુ કરવા પણ જણાવ્યું છે.

ખંભાળિયા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી ધરાવતા શાસક પક્ષ ભાજપ સત્તાનો દુરૂપયોગ કરતંુ હોય તેવા આક્ષેપ સાથે શહેરના રામનાથ સહિતના કેટલાક વિસ્તારોમાં નગરપાલિકાના કર્મચારીઓ પાલિકાના વાહન રીક્ષામાં ભાજપના ઝંડા લગાડવા નિકળી પડયા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.ભાજપ દ્વારા સત્તાનો દુર ઉપયોગ કે તાકત પાલિકાના નાના કર્મઓને દેખાડી પક્ષના કથિત કામ નગરપાલિકા દ્વારા કરાવાતા હોવાના આક્ષેપો સાથે શહેરમાં ભારે ઉહાપોહ થઈ જવા પામ્યો હતો.

જોકે,હાલ નગરપાલિકામાં વિરોધ પક્ષ તો છે જ નહીં, પરંતુ કોંગ્રેસ દ્વારા આ બાબતે સાવ અજ્ઞાન બન્યુ હોય તેવુ જોવા મળી રહ્યું છે.આ ઝંડા લગાડતા પાલિકાના કર્મચારીઓના વાહનોના ફોટા સોશિયલ મીડિયામાં વહેતા થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બાબત ધ્યાને આવતા ચીફ ઓફિસર એ.એચ. સિન્હા દ્વારા સંબંધિત શાખાના કર્મીઓને નોટિસ આપી ખૂલાસો રજુ કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...