ક્રાઇમ:ખંભાળિયામાં વેપારીની નજર ચુકવી 50 હજારની ઉઠાંતરી

ખંભાળિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ ભીક્ષુક મહિલા કસબ અજમાવી ફરાર
  • સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે ઉઠાવગીરોને પકડી પાડવા ક્વાયત

દેવભુમિ દ્રારકા જિલ્લા મુખ્ય મથક ખંભાળીયામાં ફ્રુટના વેપારીના ગોડાઉન ખાતે બપોરના સુમારે ત્રણેક મહિલ ભિક્ષા માંગવા પહોચી હતી જે મહિલાઓએ વેપારીની નજર ચુકવીને ટેબલના ખાનામાંથી રૂ.પચાસ હજારની રોકડ રકમની ચોરી કરી નાશી છુટી હોવાનુ સામે આવ્યુ હતુ.પોલીસે ઉઠાવગીર મહિલાને પકડી પાડવા સીસીટીવીની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ખંભાળિયાના દરબારગઢ વિસ્તારમાં ઘાચી શેરીમાં ઇકબાલ ગનીભાઈ મેમણ નામના વેપારીના ફ્રૂટના ગોડાઉનમાં બપોરે બાર વાગ્યાના સુમારે અજાણી ત્રણ મહિલા અને નાના બાળક સાથે આવીને ખાવાનુ માંગ્યુ હતુ જેથી વેપારીએ તેના ગલ્લામાંથી છુટા પૈસા આપ્યા હતા.જોકે,આ મહિલાઓએ ફ્રુટની માંગણી કરતા વેપારી બીજા રૂમમાં ફ્રુટ લેવા માટે ગયા હતા.

જે થોડીવારમાં જ આ મહિલાઓએ ટેબલના ખાનામાંથી અડધા લાખ રૂપિયા જેવી માતબર રકમની ઉઠાંતરી કરી નાશી છુટી હતી.બનાવ મામલે વેપારીને જાણ થતા તેઓ હતપ્રત બની ગયા હતા અને તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરાતા પીઆઇ જી.આર.ગઢવી અને ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આ બનાવના પગલે પોલીસે ત્રણ અજાણી મહિલા સામે ગુનો નોંધ્યો છે.જયારે સીસીટીવી ફુટેજના આધારે પોલીસે ઉઠાવગીર મહિલાને પકડી પાડવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ બનાવે સ્થાનિક વેપારી આલમમાં ભારે ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...