વિરોધ:ખંભાળિયામાં કોરોના મૃતકના પરીજનને ચાર લાખ સહાયની માંગ સાથે કોંગ્રેસ દ્વારા ધરણાં

ખંભાળિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવભૂમિના મુખ્ય મથક ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રા અંતર્ગત કાર્યક્રમ
  • શહેર-તાલુકા કોંગી હોદેદારો-કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

ખંભાળિયામાં શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા યોજી મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં શહેર તથા તાલુકા કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના કોવીડ ન્યાય યાત્રા કાર્યક્રમ અંતર્ગત જોધપુરનાકા ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે બે કલાકના ધરણા યોજયા હતા.જે બાદ મામલદારને આવેદન પાઠવવામા આવ્યું હતું.

જેમાં કોરાનાના મૃતક લોકોના પરિવારને 4 લાખની સરકારી સહાય, મૃતકના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી અને કોરોનાના દર્દી દ્વારા સરકારી હોસ્પિટલમાં જગ્યા ન મળતા ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધેલ હોય તેના બિલની સરકાર ચુકવણી કરે તેવી રજુઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જિલા કોંગ્રેસ પ્રમુખ યાસીનભાઈ ગજ્જન ,એભાભાઈ કરમુર, જયસુખભાઇ કણઝારીયા જીવાભાઈ કનારા, ગુલમોહંમદભાઈ ખીરા, છાયાબેન કુવા કાંતિભાઈ નકુમ, પરબતભાઈ હડિયલ, સંજયભાઈ આંબલીયા, રવિન્દ્રસિંહ જાડેજા કપિલભાઇ ત્રિવેદી અને તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...