કડક પગલા:ખંભાળિયામાં વેરો ભરપાઈ ન કરનાર વેપારીઓની 6 દુકાનોને સીલ કરાઈ

ખંભાળિયા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વેરો ન ભરનાર બાકીદારોની દુકાનોને સીલ લગાવાયા - Divya Bhaskar
વેરો ન ભરનાર બાકીદારોની દુકાનોને સીલ લગાવાયા
  • નગરપાલિકા દ્વારા શહેરના સ્ટેશન રોડ, પોરબંદર રોડ અને ચાર રસ્તા પાસે સિલિંગની કામગીરી કરાઈ
  • પાલિકા તંત્ર દ્વારા આકરા પગલાથી બાકીદારોમાં ફફડાટ વ્યાપ્યો
  • પાલિકા દ્વારા હાલ સુધી 1200થી વધુ બાકીદારોને નોટિસો, 350થી વધુ લોકોને વોરંટ ઈસ્યુ કરાયા, બાકીદારો સામે કાર્યવાહી

દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે બે વાર મુદત વધારીને નોટીશો ઇસ્યુ કરવા છતા બાકી વેરા ન ભરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં બે દિવસ દરમિયાન પાલિકા તંત્ર દ્વારા છ દુકાનોને સીલ કરાઇ છે.ખંભાળીયામાં પાણી,મકાન સહિતના કરવેરા ચાલુ વર્ષમાં 31-3-21 સુધી ભરવાની મુદત હતી.જે બાદ તા. 30-06 અને 30-09 સુધી એમ બે વખત મુદ્દત વધારી તથા 10% રિબેટ આપવા છતાં પણ શહેરના અમુક આસામીઓએ રકમ ભરપાઈ ના કરતા પાલિકા તંત્ર દ્વારા અત્યાર સુધી 1200 થી વધુ લોકોને નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે.

જયારે 350 થી વધુ લોકોને વોરંટ ઇસ્યુ કરાયા છે.આ અંગે ચીફ ઓફિસર અતુલચંદ્ર સિંહાના માર્ગદર્શન હેઠળ ડોર ટૂ ડોર ટીમોને મોકલી નાગરિકોને તેમની બાકી રકમ અંગે જાણકારી આપવામાં આવી હતી ઉપરાંત ઘર બેઠા વેરા ભરપાઈ થઇ જાય તેવી સુવિધા પણ અપાઈ હતી.

આમ છતાં હજુ અમુક આસામીઓ દ્વારા નળવેરા,હાઉસ વેરો ના ભરાતા પાલિકા દ્વારા આકરા પગલાંના ભાગરૂપે નોટિસો પછી પણ રકમ ના ભરનારા આસામીની મિલ્કત જપ્ત કરવા ,સિલ મારવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી. જેમાં ખંભાળિયાના સ્ટેશન રોડ પર 2 દુકાનો, અને પોરબંદર રોડ પર આવેલ ટાઉનહોલ પાસે 2 દુકાનો અને ચાર રસ્તા પાસે ભગવતી મીલ કમ્પાઉન્ડમાં 2 દુકાનો સીલ કરાતા ફફળાટ વ્યાપી ગયો છે. પાલિકા તંત્ર દ્વારા બે દિવસમાં કડક કાર્યવાહીના પગલે આસામીઓમાં ગભરાટ સાથે રકમ ભરવા તજવીજો શરૂ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...