તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:ખંભાળિયામાં વૃદ્ધના ખિસ્સામાંથી રોકડ રકમ સેરવી જનાર 2 શખ્સ ઝડપાયા, ઉઠાવગીરો પૈકી એક શખસ મૂક હોવાનો ઢોંગ કરી લોકો પાસેથી પૈસા મેળવતો હોવાનું ખૂલ્યું

ખંભાળિયા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
પકડાયેલા બંને આરોપીઓ - Divya Bhaskar
પકડાયેલા બંને આરોપીઓ

ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામના એક વૃધ્ધ શુક્રવારે ખંભાળિયામાં એક પાનની દુકાને ઉભા હતા.દરમિયાન અચાનક આવી ચડેલા બે અજાણ્યા શખસો વૃધ્ધના ખિસ્સામાં રહેલ રોકડ રૂ.7800 ઉઠાવી ગયા હતા.જે અંગેની વૃધ્ધે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે બન્ને શખસોને પોલીસે સીસીટીવી ફુટેઝના આધારે પકડી પાડ્યા હતા.જે પૈકીનો એક શખસ લોકોને કાર્ડ બતાવી મુંગો હોવાની એક્ટિંગ કરતો હોવાનું સામે આવ્યું છે. ઉગમણા બારા ગામના દોલુભા ગગજી જાડેજા શુક્રવારે બપોરના સુમારે ચાર રસ્તા વિસ્તાર નજીક એક પાનની દુકાનમાં ઉભ્હ હતા.દરમિયાન બે શખસો દોલુભાના ખિસ્સામાં રહેલી 7800ની રોકડ રકમ નજર ચૂકવી સેરવી ગયા હતા.

આ અંગે ખંભાળીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા બે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુન્હો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી.દરમિયાન એસ.ઓ.જીના ધર્મેન્દ્રસિંહ જાડેજા અને રાજેન્દ્રસિંહ મોતીભાને બાતમી મળી હતી.જે બાતમીના આધારે રેલ્વે સ્ટેશન પાસે પાર્કિંગની બાજુમાં ઉભેલ બનાસકાંઠાના પાલનપુરના ઝૂંપડપટ્ટીમાં રહેતા ભિક્ષાવૃત્તિ કરતો ઘનશ્યામ ભરતરી અને જામનગરના વુલનમિલ પાસે રહેતો કલમ ઉર્ફે કમલેશ રુદ્રનાથ કોળીને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો