તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂશળધાર મેઘમહેર:કલ્યાણપુર પંથકમાં બે કાચા મકાન ધરાશાયી, છાપરા ઉડ્યા

ખંભાળિયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
શેઢા ભાળથરી નદી - Divya Bhaskar
શેઢા ભાળથરી નદી
  • દેવભૂમિ દ્વારકામાં મંડાયેલા મેઘરાજા કલ્યાણપુર, દ્વારકા અને ખંભાળિયામાં ધોધમાર વરસ્યા
  • રાણ પંથકમાં ખાનાખરાબી: ખંભાળિયાના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ખંભાળીયાં સહિત દ્વારકા પંથકમાં અષાઢ માસના પ્રારંભ સાથે મેઘરાજાએ મુશળધાર વરસવાનુ શરૂ કર્યુ છે.ખંભાળિયા,કલ્યાણપુર અને દ્વારકામાં બપોરે અઢીથી ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો.ખંભાળીયાની મુખ્ય બજાર પોસ્ટ ઓફીસ રોડ, નગર ગેઇટ અને રામનાથ વિસ્તારના રોડ પર પાણીના પૂર જોવા મળ્યા હતા.જયારે ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો પાણીથી છલકાયા હતા. ભારા બેરાજા, શેઢા ભાડથર ભાણવારી પંથકમાં સારા વરસાદથી શેઢા ભાળથરી નદીમા પુર આવ્યું હતું અનેક નાના મોટા નદી-નાળાઓમાં પુર આવ્યા હતા.

ભાટિયા
ભાટિયા

કલ્યાણપુરના રાણ ગામે બપોરે દોઢ વાગ્યાથી બે વાગ્યા દરમ્યાન ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો અને બે જેટલા કાચા મકાન અને 30 જેટલા વિજપોલ ધરાશાયી થયા હોવાનું જાણવા મળ્યું હતું અને અમુક મકાનના છાપરાઓ ઉડ્યા હતા.અનેક વૃક્ષો પણ નમી પડયા હતા.ભાટિયા ગામે પોલીસ ચોકી નજીક ચોકમાં વરસાદી પાણી ભરાયા હતા. દ્વારકા પંથકમાં ખરા સમયે સારો વરસાદ થઈ જતા મોલાતમાં જીવ આવ્યો હતો અને ખેડૂતોએ વરસાદની ખુશીમાં શિરાના આંધણ મુક્યા હતા. એકંદરે જરૂરિયાત સમયે વરસાદ થઈ જતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...