તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:કલ્યાણપુરમાં ખેડૂત પુત્રએ બળેલા ઓઇલમાંથી ઓઇલ પેઇન્ટિંગ બનાવાની અદભૂત કળા વિકસાવી

ખંભાળિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અભ્યાસની સાથે ખેતી કરતા જેશા લગારિયાએ ચિત્રકળામાં નિપુણતા મેળવી

માનવ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો તેમ માનવી વિવિધ કલામાં નિપુણ થતો ગયો. ધીમે ધીમે સાધન સામગ્રી અને ઓજારો વસાવી ચિત્રકળાની કારીગરીમાં માનવીઓએ ઉમેરો કર્યો. આજે વિજ્ઞાનના યુગમાં યંત્ર, સાધન સામગ્રી અને ઓજારો વિપુલ જથ્થામાં મળતા હોઇ પુરાણી કળા અને કારીગરોની શૈલીમાં પરિવર્તન આવ્યું છે. ચિત્રકળાની કારીગરી નિહાળતાં પ્રેક્ષકો અપૂર્વ આનંદ અનુભવે છે.

દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુરના યુવા ચિત્રકાર જેશા લગારીયાએ પોતાની આવડતથી બળેલા ઓઇલથી ચિત્રો બનાવી આગવી ઓળખાણ ઉભી કરી છે. ઓઇલ પેઇન્ટિંગ બનાવાની અદભૂત કળા ધરાવતો ખેડુત પુત્ર અને નવયુવાન જેશા લગારીયા હાલમાં કોલેજનો અભ્યાસ કરી રહયો છે. અને ખેડુતપુત્ર હોવાથી તેઓ ખેતી પણ કરે છે. તેમના માતા પિતા અશિક્ષિત છે છતા તેને ચિત્ર બનાવવાની અદભૂત કળામાં પારંગતતા મેળવી છે. તેને જણાવ્યું હતું કે, તેમના મામા સામતભાઇ બેલા અને તેમના કાકા વર્ષો પહેલા ચિત્રો દોરતા હતા તેમણે ચિત્રકળા શિખવી છે. જેશાએ બળેલા ઓઇલમાંથી હજારો ચિત્રો દોર્યા છે.

કોઇ ડીઝલ એન્જિન કે વાહનમાંથી બળેલા ઓઇલનો સદઉપયોગ કરી ચિત્રો બનાવે છે. તેને અત્યાર સુધીમાં ભગવાન, સેલીબ્રીટી, નેતા સહિતના ઓઇલ પેઇન્ટીંગ કર્યાં છે. ઓઇલ પેઇન્ટીંગ સાથે સાથે તે સ્ક્રેચ પેઇન્ટિંગ પણ બનાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો