ફરિયાદ:દ્વારકામાં દહેજની માંગણી કરી ધમકી આપી પરિણીતાને ઘરમાંથી કાઢી મુકાઈ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિ સહિત 3 સામે ફરિયાદ: સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો

યાત્રાધામ દ્વારકામાં રહેતી પરિણીતાએ લગ્નજીવન દરમિયાન મેણા ટોણા મારી માર મારી વધુ દહેજની માંગણી કરી ધમકી ઉચ્ચારીને ઘરમાંથી કાઢી મુકયાની ફરીયાદ પતિ,સાસુ અને સસરા સામે નોંધાવી છે. પોલીસે સ્ત્રી અત્યાચાર, દહેજ પ્રતિબંધક ધારા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ દ્વારકામાં આવેલા રબારી પાડામાં રહેતા ફરિયાદી પરિણીતા મનીષાબેનના લગ્ન પિયુષભાઈ દત્તાણી સાથે થયા હતા.

જે લગ્ન બાદ આરોપી પતિ પિયુષ સુરેશભાઈ દત્તાણી, સસરા સુરેશભાઇ જેઠાભાઇ દત્તાણી તથા સાસુ ઇન્દુબેન સુરેશભાઈ દત્તાણીએ પરિણીતા મનીષાબેનને અવારનવાર નાની મોટી બાબતોમાં યેનકેન પ્રકારે દુઃખ ત્રાસ આપી શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યાનો બનાવ બહાર આવ્યો છે.

વધુમાં આરોપીઓએ ઘરકામ બાબતે તથા કરીયાવર(દહેજ) ઓછો લાવેલ છે અને વધુ કિંમતી વસ્તુઓ(દહેજ) માટે માંગણી કરી મેણાટોણા મારી સામું બોલતા ઢીકાપાટુનો માર માર્યો હતો અને પરિણીતા મનીષાબેનને ગાળો આપી ઘરમાંથી કાઢી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર મામલે ફરિયાદી પરિણીતા મનીષાબેનએ ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ભોગગ્રસ્ત પરિણીતાની ફરીયાદ પરથી પોલીસે સ્ત્રી અત્યાચાર,દહેજ પ્રતિબંધક ધારા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...