તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રતિકાત્મક વિરોધ:દ્વારકા જિલ્લામાં ખાનગી કંપનીઓ સામે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોથા દિવસે પણ આંદોલન યથાવત,લડતનુ રણશીંગુ ફૂંકાયું
  • વળતર અંગેનો 2017 નો પરિપત્ર રદ્દ કરવાની માંગ, ખેડુત આગેવાનો જોડાયા

દ્વારકા જિલ્લામાં વિજપોલ ઉભા કરતી ખાનગી કંપનીઓ સામે ખેડુતો ચાર દિવસથી લડત ચલાવી રહ્યા છે,ચોથા દિવસે ખેડૂતોએ બહોળી સંખ્યામાં એકઠા થઈ ચર્ચાઓ કરી કાયદાકીય લડતની સાથે સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનાત્મક લડત કરવાનો પણ નીર્ધાર કર્યો હતો. દેવભૂમિ પંથકમાં ખેડૂતોને માર્ગદર્શીત કરવા ખેડુત અગ્રણીઓ સાગરભાઈ રબારી અને રાજુભાઈ કરપડા ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ મીટિંગ બાદ અનોખા વિરોધ સાથે કલેકટરને આવેદન આપ્યું હતું.

જે વેળાએ ખેડૂતોએ હાથમાં ડીમ બલ્બ પકડી સરકારની ખેડૂતો પ્રત્યે ઓરમાયું અને સામે ઉદ્યોગકારો પ્રત્યે કુણું વલણ વાળી નિતી પર પ્રકાશ પાડતા હાથમાં ડીમ બલ્બ લઈ ખેડૂતોની વાત આવે એટલે સરકાર ડીમ થઈ જાય છે એવો પણ આક્ષેપ કર્યો હતો.

આવેદનપત્રમાં એકને ગોળ ને બીજાને ખોળ વાળી નિતીનો ઉલ્લેખ કચ્છમાં નખત્રાણા મામલતદાર ઇલેક્ટ્રિકસીટી એક્ટ 2003 અને ધ ટેલિગ્રાફ એક્ટ 1885 મુજબ નિર્ણય કરી ખેડૂતોના ખેતરમાંથી માત્ર વીજ વાયર પસાર થતા હોય એને જંત્રી મુજબ નહિ પણ મીટરના 900 અને 950 રૂપિયા, વીજ પોલ હોય એવા ખેડૂતોને 37 લાખ રૂપિયા આપવાના હુકમ કરે જ્યારે દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ 2017 ના પરિપત્રને આગળ કરી એ મુજબ એટલે કે જંત્રી ભાવે વળતર ચૂકવવા આદેશ કરે ત્યારે 2017 નો વળતર અંગેનો પરિપત્ર રદ્દ કરી 2003 ના ઇલેક્ટ્રિકસીટી એક્ટ અને ધ ટેલિગ્રાફ એક્ટ 1885 માં ફૂલ વળતરની જોગવાઇ છે એટલે કે પરિપત્ર મુજબ વળતર નહિ પણ કાયદા મુજબ વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...