તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનીય પહેલ:દ્વારકા જિલ્લામાં ખાનગી શાળામાંથી 1,256 બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

ખંભાળિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવભૂમિ પંથકની સરકારી શાળાઓમાં જ્ઞાનની સરીતાનો પ્રવાહ પલટાયો
  • ખંભાળિયાના 532, કલ્યાણપુરના 253, ભાણવડના 276 અને દ્વારકાના 195 બાળકોનો સમાવેશ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1,256 બાળકોએ ખાનગી શાળામાંથી નામાંકન રદ્દ કરાવી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.સરકારી શાળાઓમાં જ્ઞાનની સરીતાનો પ્રવાહ હવે પલટાયો છે. દેવભૂમિવાસીઓ તેમના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થાય માટે જિલ્લાની ખાનગી શાળામાંથી તેમના બાળકોનું નામ કઢાવીને તેને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યાં છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સરકારી શાળાઓમાં વાલીઓની તમામ અપેક્ષાઓ પુરી થાય તેવા વાતાવરણનું નિર્માણ થયું છે. જેનાથી પ્રેરાઈને અહિંના વાલીઓએ તેમના ખાનગી શાળામાં ધોરણ 1થી 8 માં અભ્યાસ કરતા 1256બાળકોનું ખાનગી શાળામાંથી નામાંકન રદ્દ કરાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો છે.

જેમાં ખંભાળિયા તાલુકાની શાળામાં 532, કલ્યાણપુર તાલુકાની શાળામાં 253, ભાણવડ તાલુકાની શાળામાં 276 અને દ્વારકા તાલુકાની શાળામાં 195 બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી બી.એચ.વાઢેરના જણાવ્‍યા અનુસાર સરકારની શિક્ષણને ધબકતું બનાવી પ્રત્યેેક સરકારી શાળાઓમાં વધુ સારૂ શિક્ષણ ઉપલબ્ધ બને તે માટેની કટીબધ્ધતાના પરિણામે આજે શાળાઓમાં આધુનિક કોમ્પ્યુટર લેબ, જ્ઞાનકુંજ પ્રોજેકટ, ટેટ અથવા ટાટ પરીક્ષા પાસ થયેલા તજજ્ઞ શિક્ષકો ટેકનોલોજીની મદદથી સ્માાર્ટ બોર્ડ સાથે ઈન્ટરનેટ કનેકટીવીટી ધરાવતા ઈ-કલાસ રૂમો જેવી સુવિધાઓ ઉપલબ્ધ બની છે.

અન્ય સમાચારો પણ છે...