અભિયાન:દ્વારકામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં 7,212 ફોર્મ આવ્યા

ખંભાળિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ તબક્કામાં ખંભાળિયા, દ્વારકા સહિત ચારેય તાલુકા મથકો સહિતના સ્થળો પર કાર્યક્રમ યોજાયા
  • અધિકારીઓએ​​​​​​​ બુથની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા-14,21,27 અને 28 નવે.ના મતદાર યાદી સુધારણા ઝુંબેશ જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાઈ છે.જેમાં દ્વારકા જિલ્લામાં ગત14મીએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 81-ખંભાળીયામાં 4362 ફોર્મ ભરવામાં આવેલ હતા. તેમજ 82-દ્વારકામાં 2850 ફોર્મ ભરવામાં આવ્યા. આમ જિલ્લામાં કુલ 7212 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં નવા નામ, નામ સુધારવા, સરનામાં ફેરફાર વગેરે ફોર્મ ભરવામાં આવ્યા હતા.

દેવભૂમિ જિલ્લામાં 658 બીએલઓ, 71 સુપરવાઈઝર, મામલતદારો અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને ચૂંટણી શાખાની ટીમ દ્વારા મતદાન સુધારણા કાર્યક્રમની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટર એમ.એ.પંડયાએ કલ્યાણપુર તાલુકાના રાણ ગામની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જી.કે.રાઠોડએ ખંભાળીયાના ધરમપુરમાં મતદાન મથકોની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...