તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દ્વારકામાં 1885 મતદારોએ ડીજીટલ ચૂંટણી કાર્ડનો લાભ લીધો છે. યુનિક મોબાઇલ નંબર ધરાવતા નવા મતદારો ઇ-એપીક કાર્ડ ડાઉનલોડ કરી શકશે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં નવા નોંધાયેલા યુવા મતદારો ડીજીટલ સ્વરૂપમાં પોતાના ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકે તે માટે રાષ્ટ્રીય મતદાતા દિવસે ચૂંટણી પંચ દ્વારા ઇ-એપીક એપ લોન્ચ કરાઈ હતી. જે અંતર્ગત યુનિક મોબાઈલ ધરાવતા નવા મતદારો તેમના મતદાર કાર્ડ ડાઉનલોડ કરી શકશે.
આ ઇલેક્ટ્રોનિક ચૂંટણી કાર્ડને ડાઉનલોડ કરીને ડીજીટલી સાચવી શકાશે. કુલ 5962 યુનિક મોબાઈલ નંબર ધરાવતા યુવા મતદારો નોંધાયા છે. જે પૈકી અત્યાર સુધીમાં 1885 મતદારોએ આ કાર્ડ ડાઉનલોડ કર્યા છે. ખંભાળિયા મતદારવિભાગમાં 906 અને દ્વારકા મતદાર વિભાગમાં 979 મતદારનો સમાવેશ થાય છે. ચુંટણી પંચ દ્વારા આ કાર્ડ ડાઉનલોડ કરવાનીની સમય મર્યાદા વધારીને 28 ફેબ્રુઆરી કરવામાં આવી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.