તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:દેવભૂમિ દ્વારકા પંથકમાં અવિરત શ્રાવણી જુગાર, વધુ 23 ઝડપાયા

ખંભાળિયા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખંભાળિયા, દ્વારકા અને કલ્યાણપુરમાં સ્થાનિક પોલીસના દરોડા

દ્વારકાના મોટા ભાવડા સીમમાં એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ઈસમો કાના ખીમાભાઈ આંબલીયા, વિનોદ ઉર્ફે વિરો કેશુરભાઈ સુવા, રામદે કરશનભાઇ ગોજીયા, આલા રાજસીભાઈ ડેર, ખીમાં કરણાભાઈ બેડીયાવદરા, પરબત માલદેભાઈ ભોચિયા, જેસા નારણભાઈ કરમુર, હીરાલાલ હરિલાલ આચાર્યને રોકડા રૂ.1,17,570 તથા 7 મોબાઈલ, 4 બાઈક મળી 2,43,570ની મત્તા સાથે ઝડપી લીધા હતા.

ખંભાળીયાના જેપી દેવરિયા સીમમાં ધમધમતા જુગારના અખાડામાં એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડીને જુગાર રમતા ઈસમો કિશોર હરજીભાઈ પ્રજાપતિ, રવજી ઘેડિયા, આમદા અલીભાઈ ખીરા, ભીખા ભૂરાભાઈ ત્રિવેદી, મેરૂપરી રતનપરી ગોસાઈને રોકડા રૂ.10,390,5 મોબાઈલ, 3 બાઇક સહિત રૂ.96890ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા

તેમજ કલ્યાણપુર પંથકમાં બે દરોડા પાડી પોલીસે હરદાસ ધનાભાઈ લગારીયા, ડેશૂર અરશીભાઈ લગારીયા, રામદે ગોવાભાઈ લગારીયા, સુનિલ ઉર્ફે મુન્નો બાબુભાઇ સોઢા, બાબુ અરજણભાઈ ગોહિલ, મેરુ અરજણભાઈ જીયાને પોલીસે રેઇડ દરમ્યાન રૂ.13,670 તથા નારણ જીણાભાઈ વાઘેલા, ભીખુ કરશનભાઇ વાઘેલા, કારા પાલાભાઈ વાઘેલા, ચના જીણાભાઈ વાઘેલાને રોકડ સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...