તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસના સાત દરોડા:દેવભૂમિ દ્વારકા પંથકમાં શ્રાવણી જુગાર રમતા વધુ 35 શખસો ઝબ્બે

ખંભાળિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુદા જુદા દરોડામાં રોકડ રકમ સહિત પોણો લાખથી વધુની મતા કબજે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસે જુગાર અંગે જુદા જુદા 7 દરોડામાં પાંત્રીસ શખ્સોને પકડી પાડી રોકડ રકમ સહિત પોણો લાખની માલમતા કબજે કરી હતી.

દ્વારકા પંથકમાં પોલીસે જુગાર રમતા ઈસમચંદુ માવજીભાઈ કણઝારીયા, જમન માધાભાઈ પરમાર, ચંદુ માધાભાઈ પરમારનેરેઇડ દરમ્યાન રોકડા રૂ.11,980ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.મીઠાપુર પંથકમાં જુગાર રમતા ઈસમો રાહુલભા ભીખાભા માણેક, ભારાભા રામાભા ગાદ, ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ભારાભા ભથડ, રાજેશભા ગગાભા માણેકને પોલીસે રોકડા રૂ.5,220 તેમજ રાજાભા ખુરાભા માણેક, સવાભા રાયમલભા નાયાણી, સુમિતભા માલાભા જડિયા, દેવુભા ટપુભા માણેક, કાયાભા ગાભાભા માણેકને પોલીસે રોકડા રૂ.15,730 તેમજ જીમલભા ઓઘડભા માણેક, રાજેશ નાથાભાઇ મારું, રાયમલભા ઓઘડભા ભઠ્ઠડ, અલી અબ્બાસભાઈ રાજાને પોલીસે રૂ.18,580 તેમજ મનોજભા ભીમાભા ભથડ, માપભા રામાભા ભથડ, નયનભા દેવુભા માણેક, પરાગ કાનજીભાઈ મોયડા, વનરાજભા નાથુભા ભથડને પોલીસે ગંજીપત્તાના પાના સહિત રોકડા રૂ.3,580ના મત્તા સાથે ઝડપી લીધા હતા.

કલ્યાણપુરમાં જાહેરમાં જુગાર રમતા ઈસમો માલદે હીરાભાઈ વાઘેલા, રાણા હીરાભાઈ વાઘેલા, ભરત ડાયાભાઇ પરમાર, કરશન મકનભાઈ પરમાર, દેવા મકનભાઈ પરમારને પોલીસે રોકડા રૂ.10,210ના મત્તા સાથે ઝડપી લીધા હતા. ભાણવડના રૂપામોરા ગામે જુગાર રમતા ઈસમો વિમલેશ ભોજાભાઈ નનેરા, રમેશ જેરામભાઈ કારેણા, પુંજા આલાભાઈ ચૌહાણ, જીવા પેથાભાઈ સોલંકી, સુરેશ ખીમાભાઈ પીપરોતર, લાલજી આલાભાઈ ચૌહાણ, મના ભોજાભાઈ નનેરા, સોમાં હમીરભાઈ પરમાર, દિનેશ નગાભાઈ પીપરોતરને પોલીસે રોકડા રૂ.11,520ના મત્તા સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...