પરિણામ:ભાટિયા યાર્ડની ચૂંટણીમાં ખેડૂત પેનલના 10 ઉમેદવારો વિજેતા જાહેર

ખંભાળિયા,ભાટીયા,સુરજકરાડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસાકસીભરી ચૂંટણીની મતગણતરી સંપન્ન થઈ, માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેનના પુત્ર અને તેમની ટીમનો પરાજય થયો
  • વેપારી સહિત 6 બેઠકના પરિણામ કોર્ટના આદેશ બાદ ડીકલેર કરાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- માર્કેટિંગ યાર્ડનીસામાન્ય ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં 93.79 ટકા મતદાન બાદ સોમવારે મતગણતરી હાથ ધરાઇ હતી જેમાં ખેડુત પેનલના દશ ઉમેદવાર વિજેતા જાહેર થયા છે.જયારે 4 બેઠક વેપારી અને બે ખરીદ વેચાણ વિભાગ સહિત 6 બેઠકના પરિણામ મુલતવી રહ્યા છે.

યાર્ડની ચુંટણીમાં ખેડુત વિભાગની દશ બેઠકો પર યાર્ડના પૂર્વ ચેરમેનના પુત્ર દિપક ચાવડા સહિતના 10 ઉમેદવારો સામે ખેડૂત વિભાગની આહીર રાજાભાઈ રાણાભાઈ અને તેમની ટીમ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. જેમાં અતિ સસ્પેન્સ અને તિવ્ર રસાકસી વચ્ચે યાર્ડના પૂર્વ ચેરમેનના પુત્ર દિપક ચાવડાની પેનલનો કારમો પરાજય થયો હતો.જયારેભાટિયાના ઇતિહાસમાં પહેલીવાર કહી શકાય તેમ ખેડૂત પેનલની દસે દસ બેઠક ઉપર ભવ્ય વિજય મેળવ્યો હતો.

આમ જિલ્લાની અતિ સંવેદનશીલ અને સસ્પેન્સ ભરી મનાતી યાર્ડની ચૂંટણીમાં યાર્ડના પૂર્વ ચેરમેનપુત્રની કારમાં પરાજયથી જિલ્લાભરના રાજકારણમાં ભારે હડકંપ સર્જાઇ ગયો હતો. યાર્ડની ચૂંટણીમાં વેપારી પેનલમાં 100% મતદાન થયું હતું. જ્યારે ખેડૂત પેનલમાં 92.5% અને ખરીદ વેચાણમાં 98% જેટલું ઐતિહાસિક મતદાન નોંધાયું હતું. આમ ઉંચા મતદાન વચ્ચે ભાટિયા માર્કેટિંગ યાર્ડની ચુંટણી અતિ રસાકસીભરી બની રહી હતી. સમગ્ર મત ગણતરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

પીએસઆઈ એફ.બી. ગગનીયા અને ટીમેબંદોબસ્ત જાળવ્યો હતો.જયારે ચુટંણી અધિકારી જયકુમાર એસ દ્રારા જણાવવામા આવ્યુ હતુ કે ,ગત ચુટંણી તથા આજની ગણતરીઓ ખુબ જ શાતીં પુર્વક પુર્ણ થઈ છે અને આ દરમિયાન કોઈ જ પ્રકારના વાદવિવાદ ઉભા થયા નથી.બીજી 6 સીટના પરીણામ હાઈકોર્ટના આદેશ બાદ જાહેર કરાશે.એમ જણાવાયુ છે.

ખેડૂત વિભાગના વિજેતા ઉમેદવારો
(1) આહીર રાજાભાઈ રાણાભાઈ
(2) ગાધેર નગા નેભા
(3) કંડોરીયા વિરાભાઈ વેજાણંદભાઈ
(4) ચાવડા પરબતભાઇ ડાડુભાઈ
(5) માડમ રમણલભાઈ લખુભાઈ
(6) ગોજીયા અરશીભાઈ ધાનાભાઈ
(7) બેલા દેવશીભાઈ લાખાભાઈ
(8) જામ નથુભાઇ આશાભાઈ
(9) બઠીયા હરેશભા વેજાભાઈ
(10) સોનગરા ટપુભાઈ લીરાભાઈ

અન્ય સમાચારો પણ છે...