તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી ડોક્ટર:ભાણવડ પંથકમાં ડિગ્રી વિહોણાે ધો.9 પાસ બોગસ તબીબ ઝડપાયાે

ખંભાળિયા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુદી જુદી દવાઓ અને ઈન્જેકશન મળી રૂ.14 હજારની માલમત્તા કબજે કરાઈ

હાલારના ગ્રામ્ય પંથકમાં પોલીસે સતત બીજા દિવસે પણ વધુ એક બોગસ તબીબને દબોચી લીઘો હતો.દ્વારકા જિલ્લાના ભાણવડના સેવક દેવળીયા ગામે પોલીસે દરોડો પાડી ડીગ્રી વિહોણા ધો-9 પાસ એક બોગસ તબીબને પકડી પાડી જુદીજુદી દવાઓ, ઇન્જેક્શન સહિત રૂ.14 હજારનો મુદામાલ કરી ગુજરાત મેડીકલ પ્રેકટીસ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસસુ્ત્રોમાંથી મળતી વિગત મુજબ ભાણવડના પીએસઆઇ જોશી તથા સ્ટાફ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહયોહતો ત્યારે એએસઆઇ જયદેવસિંહ જાડેજા તથા હેડ કોન્સ. ખીમાભાઈ કરમુર સહિતની ટીમને સેવક દેવળીયા ગામના ચોકમાં દરગાહ પાસે જમાતના મકાનમાં આરોપી સાદાબ સલીમભાઇ લાખા કોઇપણ ડીગ્રી વગર ગેરકાયદેસર દર્દીઓને તપાસીને સારવાર આપતા હોવાની બાતમી મળી હતી.

જે બાતમીના આધારે ભાણડ પોલીસે વેરાડ પ્રાથમિક આરોગ કેન્દ્રના ડો. કે.આર. ઝાલાને સાથે રાખી ઉપરોકત સ્થળે દરોડો પાડી તેની પુછપરછ દરમિયાન આરોપી સાદાબ લાખા પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું કોઈ માન્ય સર્ટિફિકેટ ન હોવા છતાં સારવાર માટે આવતા દર્દીને અનઅધિકૃત રીતે સારવાર આપતા હોવાનું બહાર આવ્યું હતું.

આથી પોલીસે સ્થળ પરથી જેનેરીક દવા, ઇન્જેક્શન તથા બાટલા સિરિન્જ મળી રૂ.14,090નો મુદામાલ કબજે કર્યો હતો. આ અંગે એએસઆઇ જયદેવસિંહ જાડેજાની ફરિયાદના આધારે આરોપી બોગસ ડોક્ટર વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એકટ 1963ની કલમ 30 મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...