આપઘાત:બારા ગામે માસૂમ પુત્રી સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, મોત

ખંભાળિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 દિવસની માસુમે પણ જીવ ગુમાવ્યો, મૃતકને સંતાનમાં બે બાળકી હોવાનું ખૂલ્યું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના સલાયા નજીક બારા ગામે એક મહિલાએ પોતાની માત્ર સાત દિવસની વયની નવજાત માસુમ પુત્રી સાથે કુવામાં ઝંપલાવી આપઘાત કર્યાનો બનાવ બહાર આવતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.પોલીસે બંને મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે જામનગરની હોસ્પીટલમાં ખસેડી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ખંભાળીયા તાલુકાના સલાયા નજીક આથમણા ગામમાં રહેતા પ્રફુલાબા બહાદુરસિંહ જાડેજા(ઉ.વ. 34) નામની મહિલાએ પોતાની સાત દિવસની દીકરી સાથે રાત્રે 3વાગ્યાથી સવારે 6 વાગ્યાના સમયગાળા દરમિયાન ગામના ગૌ ચારા પાસે આવેલા અવાવરું કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીઘો હોવાનો બનાવ બહાર આવ્યો છે.

આ બનાવ મામલે સલાયા પોલીસને જાણ કરાતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને માતા-પુત્રીના મૃતદેહ બહાર કઢાવી તેનો કબજો સંભાળીને તેને પોષ્ટમોર્ટમ અર્થે જામનગરની હોસ્પીટલ ખાતે ખસેડયા હતા. વધુ જાણવા મળતી માહિતી મુજબ મૃતક પ્રફુલાબાને સંતાનમાં બે બાળકી હોવાનું અને માનસિક અસ્વસ્થતાની દવા પણ દવા ચાલુ હોવાનું જાણવા મળ્યુ હતુ. આ સમગ્ર મામલે સલાયા પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...