ક્રાઇમ:દેવભૂમિ દ્વારકામાં જુગાર અંગે 6 દરોડામાં 41 ખેલંદાઓને આબાદ ઝડપી લેવાયા

ખંભાળિયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 6 જગ્યાએથી 89, 270 નો મુદ્દામાલ કબજે કર્યો, જુગારની લત છૂટતી નથી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક પોલીસે અલગ અલગ છ સ્થળે જુગારના દરોડા પાડી 41 શખસોનેે ઝડપી પાડ્યા હતા.સ્થળ પરથી પોલીસે કુલ રૂ.89270નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દ્વારકામાં જાહેરમાં જુગાર રમતા લાખા મુળુભાઈ વાઘેલા, રણછોડ ભીખાભાઇ ચૌહાણ, લખુ ડાયાભાઈ વાઘેલા, અરજણ છગનભાઇ પરમાર, વશરામ ઔનાભાઈ ચૌહાણને રોકડા રૂ. 14450ના મત્તા સાથે પકડી પાડ્યા હતા.

ખંભાળિયામાંથી શાંતિ સામતભાઈ ચુડાસમા, રવિ રમેશભાઈ સોઢા, અશોક શવજીભાઈ પરમાર, સુનિલ મોહનભાઇ રાઠોડને રોકડા રૂ. 1360 સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.સલાયામાંથી સલીમ કરીમભાઈ ભગાડ, દાઉદ સીદીકભાઈ ઘાવડા, જૂનસ મામદભાઈ ચબા, ઉંમર ઇશાભાઈ મોદી, ઇકબાલ ઓસમાણભાઈ કારા, હાસમ ઇસ્માઈલભાઈ ભાયા, સલીમ ઉમરભાઈ જશરાયા, આમીન ઉર્ફે જાયલી અબ્બાસ સુભણીયા, ઉંમર અબ્દુલભાઇ સંઘાર, અકબર દાઉદભાઈ સુભણીયાને રોકડા રૂ. 34100 તથા મોબાઈલ ફોન-8 કી. રૂ. 20000 સહિત કુલ રૂ. 54100ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા હતા.ભાણવડમાંથી જુસબ ઉર્ફે અનિયો હાસમભાઈ ઘુઘા, કાના ભીખાભાઈ મારિયા, ગોવા કાનાભાઈ ગોજીયા, રફીક ઉમરભાઈ દેથા, ઇસ્માઇલ વલીમામદભાઈ બેગ, યુનુષ સુલેમાનભાઈ દેથા, પાલા ગોગનભાઈ નંદાણીયા, સુલેમાન આમદભાઈ દેથા, કલ્પેશ હમીરભાઈ હાથીયા, અબ્બાસ ઉમરભાઈ દેથા, ગફાર હાજીભાઈ દેથા, નવાઝ જુમાભાઈ દેથા, ઉમર મામદભાઈ દેથાને રોકડા રૂ. 14730ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.કલ્યાણપુરમાં લખન રાજશીભાઈ બારીયા, રાજુ અરશીભાઈ બારીયા, રામા કારાભાઈ બારીયા, લખમણ મોહનભાઈ જમોડ, મનીષ અરજણભાઈ ગામી, રમેશ કારાભાઈ બારીયા, દેવા માંડણભાઈ બારીયા, ભીમા રાજશીભાઈ બારીયા, રાજુ લખમણભાઈ બારીયાને રોકડા રૂ. 4630ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...