ક્રાઇમ:ખંભાળિયામાં પત્નીની હત્યામાં પતિની ધરપકડ

ખંભાળિયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પતિએ ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલ્યું

જડેશ્વર રોડ પર આવેલ સોનલ મંદિર સામે ખુલ્લા પ્લોટમાં ઝૂંપડું બાંધીને રહેતા  સુનિલભાઈ વિરસંગભાઈ પાંડવીએ ચાર દિવસ પૂર્વે બપોરના તેમની પત્ની મીરાબેને જમવાનું બહારથી લઈ આવવાનું કહેતા ઉશ્કેરાઈ જઈને પત્ની મીરાબેન મોઢું પકડીને મોઢામાં ધૂળ નાખી મોતને ઘાટ ઉતારી દીધી હતી.પોલીસે હાલ હત્યારા પતિની ધરપકડ કરી રીમાન્ડની તજવીજ હાથ ધરી છે. પતિએ પોતે હત્યા કરી હોવાનું છુપાવવા પોલીસ મથકે પહોંચીને તેની પત્નિને પિતરાઈ સાળાએ મારી નાખ્યાની ફરિયાદ પોલીસમાં કરતા પોલીસે દશરથ ગુલીયા વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો. જોકે, પીએમ રિપોર્ટમાં શ્વાસ નળીમાં ધૂળ જવાના કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવતા પોલીસે ફરિયાદી પતિ વિરુદ્ધ તપાસ હાથ ધરતા આરોપી પતિ તેમની પત્ની સાથે અવાર-નવાર ઝઘડા કર્યાનો પણ સામે આવ્યું હતું.તેમજ વધુ તપાસમા હકીકત સામે આવી હતી અને હત્યારા પતિનો ભાંડો ફૂટતા પતિએ પૂછપરછમાં હત્યા કરી હોવાનું કબૂલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...