તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની અસર:ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા પંથકમાં હોળીની સાદાઈપૂર્વક ઉજવણી કરાઈ

ખંભાળિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પીઢ અનુભવી વડીલો દ્વારા હોળીની ઝાળની દિશા ઉપર થી આવનારું ચોમાસુ કેવું રહશે તેના અનુમાનો કર્યા

ખંભાળિયા સહિત દ્વારકા પંથકમાં ઇતિહાસમાં આ વખતે કદાચ પ્રથમ વખતે કહી શકાય કે હોળીનો તહેવાર સાદાઈપૂર્વજ ઉજવવામાં આવ્યો હતો ખંભાળિયા શહેર અને તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં હોળી ધુળેટી પર્વ નિમિતે કોરોનાની ગાઈડલાઈનના નિયમને અનુસરી ને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ હોલિકા દહન નો કાર્યક્રમ સાદાઈથી યોજવામાં આવ્યું હતું.

જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં હોલિકાના તેહવાર ને મહત્વ આપી મહિલાઓ દ્વારા હોલિકાની પૂજા કરી વિશેષ પર્વ તરીકે ઉજવવામાં આવ્યો હતું. આ વખતે કોરોનાની મહામારી વચે હોળીનો તહેવાર અત્યંત સાદગી રીતે ઉજવાયો હતો આ ઉપરાત શહેરના મુખ્ય વિસ્તારો ઉપરાત હવેલી સહિતના અનેક જગ્યાએ હોળી તેહવારની ઉજવણી કરવામાં આવી હતી.

જોકે કોરોના ની મહામારી ને દયાન માં રાખી અનેક મંદિરો માં સાદગી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પીઢ અનુભવી વડીલો દ્વારા હોળી પ્રગટયાં બાદ તેની ઝાળ ની દિશા પર થી આગામી ચોમાસામાં વરસાદ કેવો રહેશે અને આવનાર ચોમાસુ કેવું રહેશે તે સહિતના અનુમાનો કરવામાં આવ્યા હતા તેમજ ઘણા સમય સુધી ચાલતો હોળી નો તેહવાર જે આ વખતે કોરોના મહામારી ને કારણે કલાકોમાં જ પૂર્ણ થતું જોવા મળ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો