અરેરાટી:ખંભાળિયામાં હિટ એન્ડ રન: પૂરપાટ દોડતી કાર ફરી વળતા વૃદ્ધાનું મોત

ખંભાળિયા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની ભાગોળે પેટ્રોલ પંપ પાસે રોડ સાઇડમાં બેઠેલી મહિલાએ ગુમાવ્યો જીવ
  • અકસ્માતમાં અન્ય 2 મહિલાને ઈજા, કારચાલક સામે અકસ્માત મામલે ગુનો નોંધી શોધખોળ

ખંભાળિયાની ભાગોળે પેટ્રોલ પંપ પાસે રોડ સાઇડમાં બેઠેલા મહિલાઓ પર પુરપાટ દોડતી અજ્ઞાત કાર ફરી વળતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા ભાણવડના વૃધ્ધાનુ સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ. જયારે અન્ય એકને ઇજા પહોચતા હોસ્પીટલમાં ખસેડાયા હતા. પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર ખંભાળિયા-દ્વારકા ઘોરીમાર્ગ પર પેટ્રોલ પંપ નજીક રોડ સાઇડમાં જેબુનબેન ઇબ્રાહિમભાઇ પટેલ,ખેરૂનબેન કાસમભાઇ બ્લોચ અને બિલ્કીશબેન હબીબભાઇ જીવાણી નામના મહિલા બેઠા હતા જે વેળાએ પુરપાટ વેગે દોડતી કોઇ અજાણી કાર તેઓ ફરી વળતા અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં ત્રણેય મહિલાને નાની મોટી ઇજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડાયા હતા જે પૈકી ગંભીર ઇજાગ્રસ્ત જેબુનબેન પટેલ (ઉ.વ.73) નામના વૃધ્ધાનુ મૃત્યુ નિપજયુ હતુ.જયારે અન્ય બેને ઇજા પહોચી હતી.આ બનાવની શબ્બીરભાઇની ફરીયાદના આધારે પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.પોલીસે અકસ્માત સર્જી નાશી છુટેલા કાર ચાલકને પકડી પાડવા જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ભાણવડના શિવા ગામ પાસે કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ થતા ચાલકનું મોત
દેવભૂમિ દ્વારકાના ભાણવડ નજીક શિવા ગામ પાસે ભાયાભાઇ નરસિંગભાઇ સોલંકી (ઉ.વ.25) નામના મુળ મધ્યપ્રદેશના વતની ખેત મજૂર શ્રમિક યુવક બાઇક પર પસાર થઇ રહયા હતા જે વેળાએ અચાનક કુતરૂ આડુ ઉતરતા બાઇક સ્લીપ થતા રોડ પરથી ઉતરી ઇલેકટ્રીક પોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘવાયેલા ભાયાભાઇનુ સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવ મામલે મૃતકના પરિજને જાણ કરતા ભાણવડ પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...