તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:દ્વારકામાં મહિલા સામખ્ય દ્વારા આરોગ્ય શિબિર યોજાઇ

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં મહિલા સામખ્ય દ્વારા ઓક્ટોબર,૨૦૧૬થી કલ્યાણપુર, ભાણવડ, જામ-ખંભાળિયા તથા દ્વારકા તાલુકામાં કાર્યક્રમ શરૂ કરાયો હતો,જે હાલ ચાર તાલુકાનાં ૨૨૫ ગામોની ૬૦૦૦ થી વધુ ગ્રામ્ય બહેનો સાથે શિક્ષણ દ્વારા સશક્તિકરણની કામગીરી કરી રહેલ છે.

જેમાં શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય, આર્થિક વિકાસ, પંચાયત, કાયદો અને લિંગભેદ જેવા મુદ્દાઓ ને આવરીલેવામાં આવેલ છે.કોરોના મહામારીમા ગ્રામ્યકક્ષાની ૯૭૨ કિશોરીઓ સાથે સંકલન કરીને આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવેલ જેમાં કિશોરીઓને શારીરીક ફેરફાર માસિક ધર્મ અંગેની માન્યતાઓ તથા તેમાં રાખવાની સ્વચ્છતાઓ અને કિશોરી આહાર પોષણ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં માગદર્શન જીલ્લા સંકલન અધિકારી હર્ષાબેન ભટ્ટ, જીલ્લા રિસોર્સ પર્સન રીટાબેન પટેલ તેમજ ગ્રામ્ય સ્તરે કિશોરીઓને સંગઠીત કરવા ક્લસ્ટર રિસોર્સ પર્સન શારદાબેન મંગેરા, સીમાબેન ચુડાસમા, અમીતાબેન ગાગીયા, તેમજ આશાબેન પરમાર દ્વરા જેહમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સૌ લોકોએ આ શિબિર કાયર્યક્રમમાં ભાગ લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો