તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતાકીય તપાસમાં કસુરવાર:દ્વારકામાં હેડ કોન્સ્ટેબલ બરતરફ

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દ્વારકા જિલ્લામાં હેડ કવાર્ટસમાં ફરજ બજાવતા એક હેડ કોન્સટેબલને જિલ્લા પોલીસ વડા દ્વારા ખાતાકિય તપાસમાં કસુરવાર જણાતા બરતરફ કરવાનો હુકમ થયો છે. થોડા સમય અગાઉ તેઓનીસુરેન્દ્રનગરથી દ્વારકા બદલી કરાઇ હતી.

દ્વારકા જિલ્લામાં હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ લલિતભાઈ મેરૂભાઈ સાવરિયાની થોડા સમય અગાઉ સુરેન્દ્રનગરથી દ્વારકા જિલ્લામાં બદલી થઈ હતી. તેમની સામે સુરેન્દ્રનગર જિલ્લામાં મંજૂરી વગર ટ્રાફિક અંગેની ફરજ બજાવતા અને લેખિત કે મૌખિક સૂચના કરવામાં ન આવેલ હોવા છતાં યુનિફોર્મ પહેર્યા વગર વાહનો ને રોકી વાહન ચેકીંગની ગેર કાયદેસર અને શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા હોવાની ખાતાકીય તપાસ ચાલુ હતી.

જે તપાસમાં કસૂર સાબિત થતા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી દ્વારા આ પોલીસ કર્મીને બરતરફ કરવામાં આવ્યા હોવાનુ સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...