સારવાર:ગરદન ફરતે નાળ વીંટળાયેલી બાળાને નવજીવન, હર્ષદ ૧૦૮ની ટીમે અંતરીયાળ વિસ્તારમાં મહિલાની સફળ પ્રસુતિ કરાવી

દ્વારકા/ખંભાળિયા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

કલ્યાણપુરના નવદરા પંથકમાં મજુર પરિવારની મહિલાને હર્ષદ 108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૃતિ કરાવતા પ્રસૃતાએ દિકરીને જન્મ આપ્યો છે.જે બાળાની ગરદન ફરતે નાળ વીંટળાયેલા હતી.108ની ટીમે રોડ ઉપર જ એમ્બ્યુલન્સ રોકાવીને પ્રસૂતિ કરાવી હતી. નવદરા વાડી વિસ્તારમાં પ્રસૂતાને પ્રસુતિની પીડા ઉપડતાં મહિલાને તાત્કાલિક પ્રસૂતિ માટે 108માં સરકારી હોસ્પિટલ ખાતે લઇ જઇ રહ્યા હતા.પરંતુ મહિલાને વધુ દુઃખવો ઉપડતાં 108 એમ્બ્યુલન્સના ઈએમટી હાર્દિક ડવ એમ્બ્યુલન્સને માર્ગ ઉપર રોકાવીને મહિલાની સફળતાપૂર્વક પ્રસ્તુતિ કરાવી હતી.

રવિવારે સાંજે દ્વારકા જિલ્લાના નાવદરા ગામ વાડી વિસ્તારમાં રહેતા કારીબેન વાઘેલાને અચાનક પ્રસુતિની પીડા ઉપડતા તેઓને તાત્કાલિક પ્રસૂતિ માટે લઈ જવાની ફરજ પડી હતી જેને ૧૦૮ એમ્બ્યુલન્સનો સંપર્ક કરતા હર્ષદ ગામના 108 ના કર્મીઓ તાબડતોબ નવદરા ગામે પહોંચી ગયા હતા. જેને સારવાર માટે સરકારી હોસ્પિટલ કલ્યાણપુર લઈ જતા હતા તે દરમિયાન વધુ દુખાવો ઉપડતા તેની પ્રસુતિ 108માં કરાવવાની સ્થિતિ સર્જાઇ હતી, બાળકને ગરદન ફરતે નાળ વીંટળાયેલ હતી.108 એમ્બ્યુલન્સના ઈએમટી હાર્દિક ડવ અને પાઇલોટ કેવિન જલુએ હાઇવે પર એમ્બ્યુલન્સ રોકી સફળ પ્રસૂતિ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...