ફરીયાદ:વાડીનાર જેટીમાં કામ કરતી યુવતિની પજવણી

ખંભાળિયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા એક વર્ષથી કામગીરીના બહાને હેરાન પરેશાન કર્યાની સહકર્મી સામે ફરિયાદ નોંધાઈ
  • સહ કર્મચારી યુવાન સામે ગુનો નોંધાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક વાડીનાર ખાતે દિનદયાલ પોર્ટ ટ્રસ્ટની જેટીની સર્કલ ઓફિસમાં નોકરી કરતી એક યુવતિએ તેની સાથે કામ કરતા એક સહકર્મી યુવાન સામે છેલ્લા એકાદ વર્ષથી હેરાન પરેશાન કરવા અંગે ફરીયાદ નોંધાવી છે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ભોગગ્રસ્ત યુવતિ દ્વારા પોલીસ ફરીયાદમાં જાહેર કરાયા અનુસાર તેની સાથે કામ કરતા આરોપી મીથીલેશ શ્યામકુમાર પાંડેએ છેલ્લા એક વર્ષથી યુવતિને કામગીરીના બહાને માનસિક રીતે હેરાન પરેશાન કરી, તેણી જયાં કામ કરતા હોય તે કોમ્પ્યુટરના વાયરીંગ સરખા કરવાના બહાને તેની પાસે જઇ ખરાબ નજરે જોઇ તેમના પગ પર સ્પર્શ કરી તેમજ તેમની પાછળ પાછળ જઇ ખરાબ નજરે જોઇ અને જાનથી મારી નાખવાની અને વેશ્યા કહી સમાજમાં બદનામ કરવાની ધમકી ઉચ્ચારી હતી.

આટલુ જ નહી ગત તા. 21-09-21ના રોજ આરોપીએઓફીસના હાજરી પત્રકમાં “આપણી ઓફીસમાં કોઇ વેશ્યા છે તેને શોધો” તેવી ટીકાકારક નોંધ લખી તેની નિચે આરોપી મીથીલેશ શ્યામકુમાર પાંડેએ પોતાની સહી કરી હોવાનુ પણ જાહેર થયુ છે. આ સમગ્ર બનાવ મામલે વાડીનાર પોલીસે ભોગગ્રસ્ત યુવતીની ફરિયાદ પરથી ઉપરોક્ત આરોપી વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધીને વધુ તપાસ વાડીનારના પી.એસ.આઈ. પી.ડી. વાંદાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...