તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:પોશીત્રામાં ઘરમાંથી મહેમાન એકાદ લાખનો હાથફેરો કરી ગ્યા

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 80 હજારની રોકડ, સોનાના દાગીના ઉસેડી ગયાની ફરિયાદ

દ્વારકા પંથકના પોશીત્રામાં ડામણી ટેકરી વાડી વિસ્તારમાં રહેતા એક મહિલાના ઘરે મહેમાન તરીકે આવેલો ખંભાળિયાનો શખ્સ રૂ.80 હજારની રોકડ, દાગીના સહિત રૂ.1.03 લાખની મતા ચોરી કરી લઇ ગયાની ફરીયાદ નોંધાઇ છે.

પોશીત્રામાંડાભણી ટેકરી વાડી વિસ્તારમાં રહેતા મરિયમબેન કરીમભાઈ ચાવડાએ પોતાના ઘરમાં એક સ્ટીલના ડબ્બામાં રાખેલી રૂ.80 હજારની રોકડ,સોનાનો કાંપ તથા ચાંદી સહિતના દાગીના મળી રૂ.1.03 લાખની માલમતા ચોરી કરી લઇ જવા અંગે પોલીસ મથકમાં સુમાર નુરમામદ સંધાર સામે ફરીયાદ નોંધાવી છે.

ભોગગ્રસ્તના ઘરે આરોપી અવાર નવાર મહેમાન બની આવતો હતો અને ઘરે રોકાતો હતો, જે દરમિયાન વૃધ્ધા તથા પરીવારજનોની નજર ચુકવી સ્ટીલના ડબ્બાનુ તાળુ ખોલી અંદર રાખેલી રોકડ સહિતની મત્તા ઉસેડી ગયાનું જાહેર થયું છે.

અન્ય સમાચારો પણ છે...