તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરખાસ્તને મંજૂરી:ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભામાં સિટી બસ, રીવર ફ્રન્ટ સહિત 52 ઠરાવને બહાલી

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જનરલ બોર્ડ|લાંબા સમય બાદ યોજાયેલી સભામાં 25 સદસ્યો હાજર, જ્યારે 3 સભ્ય ગેરહાજર
  • ઈજનેરોની ભરતી, જુદી જુદી શાખામાં આઉટ સોર્સથી ભરતી, સફાઈ કામદારોની ભરતીની દરખાસ્તને મંજૂરી

ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભામાં સીટી બસ,રીવર ફ્રન્ટના ડેવલપમેન્ટ સહિતના 52 ઠરાવને સર્વાનુમતે બહાલી આપવાનો નિર્ણય લેવાયો હતો.લાંબા સમય બાદ યોજાયેલી સભામાં 25 સદસ્યો હાજર રહ્યા હતા જયારે ત્રણ ગેરહાજર રહયા હતા.

નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરી વિસ્તારમાં સીટી બસ ચાલુ કરવા, પાલિકા ઓફીસમાં સી.સી.ટી.વી. કેમેરા લગાડવા,ભંગારનો નિકાલ કરવા, પાલિકા પુસ્તકાલયમાં પુસ્તકો વસાવવા, સેનીટેશન માટે જુદા જુદા સાધનો, ફોગીંગ મશીન, છોટા હાથી, હેન્ડપંપની ખરીદી કરવા , ઈજનેરોની ભરતી, જુદી જુદી શાખાઓમાં આઉટ સોર્સથી ભરતી, સફાઈ કામદારોની ભરતી કરવા , શહેરમાં ટી.પી. સ્કીમ લાગુ કરવા , રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવા , સ્વીમીંગ પુલ બનાવવા , વૃક્ષારોપણ અને ટ્રી ગાર્ડ લેવા,તાલુકા જીમ સેન્ટર પાલિકા હસ્તક લેવા,પાલિકા ગાર્ડનની જાળવણીનો કોન્ટ્રાકટર રદ કરવા,અનેક જગ્યાએ સી.સી.રોડ બનાવવા , જુદી જુદી ગ્રાન્ટોનાં ખર્ચના આયોજનતથા પાલિકાનું દ્વારકાધીશ શોપીંગ સેન્ટર ભાડે આપવા , ઘી ડેમનો બગીચો લોકભાગીદારીથી રીનોવેશન કરવા તથા ગોવિંદ તળાવને બ્યુટીફીકેશન કરવા આયોજન સહિતના ઠરાવો સામેલ હતા જે દરખાસ્તો સર્વાનુમતે મંજુર કરાઇ હતી.

ખંભાળિયા નગરપાલિકાની ભાડાપટાની જગ્યાઓનુ વર્ષ : 2020-21ના પૈસા લેવા તથા હાલનુ જે ભાડુ છે તેમાં વધારો કરવાનુ કરાયુ છે.ઉપરાંત જુદા જુદા 4 આસામીની ભાડાપટા લગત જમીન વેચાણથી આપવાના ઠરાવો પણ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.

શહેરના જુદા-જુદા 7 વોર્ડના રસ્તા, ગટર સહિતના કામોને સર્વાનુમત્તે મંજૂરી
ખંભાળિયા નગરપાલિકાની સોમવારે યોજાયેલી સામાન્ય સભામાં જુદા-જુદા 52 ઠરાવોને સર્વાનુમત્તે બહાલી આપવામાં આવી હતી જે બેઠકમાં નગર પાલિકા વિસ્તારના જુદા જુદા સાતેય વોર્ડના પાલિકાના સદસ્યો દ્વારા તેમના વિસ્તારમાં રસ્તા , ગટર , સી.સી.રોડ , પેવર બ્લોક રોડ સહીતના વિકાસ કાર્યોની દરખાસ્તો પણ સર્વાનુમતે મંજુર કરવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે , આ બેઠકમાં પ્રમુખસ્થાનેથી એક પણ ઠરાવ લેવામાં આવ્યો ન હતો, અગાઉથી જાહેર કરેલા એજન્ડાની જ 52 આઈટમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...