પ્રજામત:ખંભાળિયાની ઘી નદીમાં પાણીને ગાંડીવેલનું ગ્રહણ, રામનાથથી ખામનાથ સુધી સામ્રાજ્ય

ખંભાળિયા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલિક નક્કર કાર્યવાહી કરી વેલને દૂર કરવા શહેરીજનોની માંગણી

ખંભાળીયાના રામનાથ વિસ્તાર પાસેથી પસાર થતીઘી ડેમમાંથી ઉભરાતી ઘી નદીમાં ગાંડીવેલનું ગ્રહણ લાગતા નદીના પાણીને હાનિકર્તા આ વેલને દૂર કરવા પાલિકા તંત્ર દ્વારા તાકિદે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરના નગરજનોમાં માંગ ઉઠવા પામી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે ઘી ડેમમાંથી ઉભરાતી ઘી નદી રામનાથ વિસ્તારમાંથી થઈને ખામનાથ મહાદેવના મંદિર પાસેથી આગળ ઘપે છે.આ ઘી ડેમ ઓવરફ્લો થતા અને સારા વરસાદના કારણે નદી પાણીથી છલોછલ છે. આ નદી બોર,કુવા અને ખેતર માટે આશીર્વાદરૂપ છે.શહેર નજીક વિસ્તારમાંથી પસાર થતી આ નદીમાં નગરજનો માછલીને લોટ નાખી પુણ્યનું ભાથું બાંધે છે.

હાલ આ નદીમાં રામનાથ વિસ્તારથી ખામનાથ વિસ્તાર સુધી ગાંડીવેલનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે. આ ગાંડીવેલ નદીના પાણીને પણ હાનિકારક છે અને નદીના પાણીનું પણ વ્યાપક પ્રમાણમાં શોષણ કરે છે. ત્યારે આ કુદરતી સૌંદર્યમાં ગાંડીવેલના લાગેલા ગ્રહણને દૂર કરવા માટે સ્થાનિક રહીશો, નગરજનો અને પ્રબદ્ધજનોમાંપાલિકા તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરીગાંડીવેલને સત્વરે દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...