તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તપાસ:ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં જ જુગારની જમાવટ

ખંભાળિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુગારીઓને પકડી લાવીને બાંકડા પર બેસાડ્યા પછી પોલીસાેએ એની સામે જ પત્તાની બાજી ટીચવા માંડી
  • એસપીએ કહ્યું, એલસીબીને તપાસ સોંપી દીધી છે

ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીઓ જુગારના આરોપીઓ સામે જ જુગાર રમતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો થતા ભારે ખળભળાટ મચી ગયો છે.પોલીસ આરોપીનો સામે જ જુગાર રમતા હોવાથી પોલીસ વિભાગમાં પણ ભારે ચર્ચા જાગી છે. હકિકત તપાસવા જિલ્લા પોલીસ વડાએ એલસીબીને તપાસ સોંપી છે.

ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક જુગારમાં આરોપીઓને પોલીસે પકડ્યા બાદ પોલીસ સ્ટેશન લવાયા હતા.જે સમયે આરોપીઓને બેસાડી તેની સામે જ પોલીસ કર્મીઓ ગંજીપાના ઢિંચતા હોવાનો એક વીડિયો વાઇરલ થયો છે.આ વીડિયો જન્માષ્ટમી તહેવારના દિવસો આસપાસનો હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે.દ્વારકા જિલ્લા પોલીસ વડાએ સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા એલસીબીને તપાસ સોંપી છે.

સીસીટીવી ફુટેજના આધારે સમગ્ર તપાસ થશે
ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ જુગાર રમતી હોવાનો વીડિયો મારા સુધી પણ પહોંચ્યો છે.સમગ્ર મામલે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ થશે.આ બનાવની હકિકત તપાસ માટે એલસીબીને તપાસ સોંપી છે.જેના રિપોર્ટના આધારે કસુરવાર પોલીસ સામે પગલા લેવાશે.> સુનિલ જોષી, જિલ્લા પોલીસ વડા, દ્વારકા.

જુગારના આરોપીઓના નિવેદન લેવાશે
ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ જુગાર રમે છે તેવો વિડીયો વહેતો થયો છે.જેની સામે જુગારમાં જે આરોપીઓ ઝડપાયા છે તે પણ બેઠા છે.જે તમામને રૂબરૂ બોલાવી નિવેદન નોંધી સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે.> જે.એમ.ચાવડા, એલસીબી પીઆઇ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો