તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખંભાળિયામાં મકાનમાં ચાલતું જુગારધામ પકડાયું, 9 ઝબ્બે, રૂ.55 હજારની રોકડ અને મોબાઇલ સહિત રૂ.92 હજારની માલમત્તા કબજે

ખંભાળિયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાળીયામાં સ્ટેશન રોડ પર ગોજીયા એન્જીનીયરીંગ સામેની ગલીમાં રહેતા અબ્દુલભાઇ ઇબ્રાહિમભાઈ શેઠાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની પોલીસને માહિતી મળી હતી જેના આધારે પીઆઇ વાગડીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના હેમતભાઈ, વિરેન્દ્રસિંહ અને યોગરાજસિંહ સહિતનાં સ્ટાફ દ્વારા ઉકત મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો જે દરોડા વેળા નવેક જુગાર રમતા માલુમ પડયા હતા.

આથી પોલીસે અબ્દુલ ઈબ્રાહીમભાઈ શેઠા, ઇકબાલ રજાકભાઈ સેતા, નૂરમામદ ઇસ્માઇલભાઈ ભગાડ, મહેબૂબ હારુનભાઈ ઘાવડા, સુલતાન ઇસ્માઇલભાઈ ઘાવડા, સંજયસિંહ પ્રતાપસિંહ જાડેજા, શબીર અયુબભાઈ ઘાવડા, હુસેન મામદભાઈ ગજ્જણ, સરાફત ફિરોજભાઈ બ્લોચને રોકડા 55,700, 5 મોબાઇલ રૂ.36500 મળી રૂા.92,200ના મુદ્દામાલ સાથે પકડ્યા હતા.પોલીસે તમામ સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...