તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

LCB ત્રાટકી:દેવભૂમિ દ્વારકાના મોટી ખોખરી ગામમાં જુગારધામ પકડાયું, 6 શખસો ઝડપાયા

ખંભાળિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબી ત્રાટકતા અફડાતફડી, 1.51 લાખની રોકડ, કાર, 4 બાઈક, 5 મોબાઈલ સહિત રૂા.3.62 લાખની મત્તા કબજે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા પંથકના મોટી ખોખરીની સીમની વાડીમાં સ્થાનિક ગુના શોધક શાખાએ દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી પાડી રૂ.1.51 લાખની રોકડ,કાર,પાંચ બાઇક સહિત રૂ. 3.62 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.ક્રાંઇમ બ્રાન્ચના દરોડાના પગલે ક્ષણિક દોડધામ મચી જવા પામી હતી.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબીના પી.આઈ જે.એમ.ચાવડાની રાહબારી હેઠળ પી.એસ.આઈ ગળચરના નેતૃત્વ હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ સ્ટાફના હેડ કોન્સ.મશરીભાઈ આહીર તથા બોઘાભાઈ કેશરીયા સહિતની ટીમને મોટી ખોખરીની ચોબન સીમમાં એક વાડીમાં બહારથી માણસોને બોલાવી જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રામશી ખીમાભાઈ કરમુરની વાડીમાં દરોડો પાડયો હતો.

જે દરોડા વેળા અડધો ડઝન લોકો જુગાર રમતા હોવાનુ માલુમ પડયુ હતુ. આથી પોલીસે રામશી ખીમાભાઈ કરમુર, જસમત રવજીભાઈ બાવળીયા, અલ્પેશ ઉર્ફે રાહુલ ધરમશીભાઈ વાડલીયા, હેમંત અરજણભાઈ નંદાણીયા, જિતેન્દ્ર ઉર્ફે જીતુ નરશીભાઈ ભોગાયતા તથા રાજા પબાભાઈ ડેરને પકડી પાડી રોકડા રૂ.1,51,160 તથા પાંચ મોબાઈલ, એક ફોર વ્હીલ તેમજ ચાર મોટરસાયકલ સહિત રૂ. 3,62,660નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...