દરોડા:રેટા કાલાવડમાં ધમધમતું જુગારધામ પકડાયુ, 8 ઝબ્બે

ખંભાળિયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 ફરાર, અડધા લાખની રોકડ જપ્ત કરાઇ
  • રોકડ સહિત કુલ રૂા. 2.73 લાખ કબજે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના રેટા કાલાવડ ગામે પોલીસે દરોડો પાડી જુગાર રમતા આઠ શખસોને પકડી પાડયા હતા અને અડધા લાખની રોકડ,સાત મોબાઇલ અને એક કાર સહિત રૂ.2.73 લાખની માલમતા કબજે કરી હતી.જયારે એક શખસને પોલીસે ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામે સ્થાનિક પોલીસે ચોકકસ બાતમીના આધારે એક જુગારના અખાડામાં દરોડો પાડયો હતો. જે દરોડા વેળા આઠેક શખસો જુગાર રમતા માલુમ પડયા હતા.આથી પોલીસે નીરવ બાબુ નકુમ, આજૅવ ઉર્ફે રવિ રામજી નકુમ, અશોક રામદે સોલંકી, કિશોર વેજા કારેણા, ભરત મહેન્દ્ર શાહ, નરેન્દ્ર રણમલ ગોરફાડ, રાજેશ ગોવિંદ રાઠોડ તથા રોહિત મગન નકુમ નામના આઠેયને પકડી પાડી પોલીસે રોકડા રૂ.50200 તથા 7 મોબાઈલ તથા ઇક્કો ગાડી મળી કુલ રૂ.2,73,200ના માલમત્તા સાથે રંગેહાથ દબોચી લીધા હતા.

જયારેઆ દરોડા દરમ્યાન આરોપી ભરત નગાભાઈ કારેણા જુગારના અખાડામાં હાજર ન મળી આવતા પોલીસે તમામ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ જુગારધામની વાત વાયુવેગે ફરી વળતા નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...