તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:હાલારમાં શાક-ફ્રૂટના ભાવ આસમાને

ખંભાળિયા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શાકભાજી અને ફળફળાદીના ભાવ રૂા.80થી માંડીને રૂા.200 સુધી પહોંચતા દેકારો

ચાલી રહેલા કોરોના કાળમાં છેલ્લા કેટલાય સમયથી ધંધા-રોજગારમાં ફટકો પડ્યો છે ત્યારે સમગ્ર હાલાર પંથકમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. સામાન્ય તથા મધ્યમ વર્ગ માટે હાલની પરિસ્થિતિ પડ્યા પર પાટું મારવા જેવી થઇ ગઇ છે. શાકભાજી ફ્રૂટ સહિત જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ વધારાથી સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારોમાં મુશ્કેલીમાં વધારો થયો છે. પેટ્રોલ ડીઝલ ની મોંઘવારીથી લોકોને રાહત મળી નથી તો બીજી તરફ ખાદ્યતેલની મોંઘવારીનો માર પણ લોકો પર પડી રહ્યો છે.

આ ઉપરાંત શાકભાજી, ફ્રુટ્સ, અનાજ, કઠોળ, દૂધ સહિતની જીવનજરૂરિયાતની વસ્તુઓમાં દિવસેને ભાવ વધી રહ્યો છે ત્યારે આવા કપરા સમયમાં ગરીબ પરિવારના લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે તો બીજી તરફ શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.

શાકભાજી અને ફ્રુટ ના ભાવ 80 લઇને 200 રૂપિયા સુધી કિલોના ભાવે બજારમાં જોવા મળી રહ્યા છે. સતત વધતી જતી મોંઘવારીના કારણે હાલ ગૃહિણીનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો