તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દ્વારકાના કુરંગા પાસે આર.એસ.પી.એલ. કંપનીમાં સપ્લાય કરતી પેઢી દ્વારા ટ્રકમાં મોકલાવામાં આવેલ કોલસો બારોબાર વેચી આર.એસ.પી.એલ કંપનીમાં કોલસા ભરેલ ગાડી ન લઈ આવી બનાવાટી ડોક્યુમેન્ટ બનાવી કંપની સામે છેતરપીંડી કરતા પોલીસે ત્રણ સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકાના કુરંગા પાસે આવેલ આરએસપીએલ કંપનીમાં થોડા દિવસો પૂર્વે શ્રીજી શિપિંગ ટ્રાન્સપોર્ટ જામનગર કોલસા સપ્લાય કરતી પેઢી દ્વારા 34.840 ટન જેની અંદાજિત કિંમત 220000 ટ્રક મારફતે મોકલાવામાં આવેલ પરંતુ જીજે-36-ટી 5744 ટ્રકના માલિક રવિભાઈ પાંચાભાઈ ખાંભલા અને ડ્રાઇવર ગરવા રાયમલભાઈ પરમાર કોલસો પહોંચાડવાના બદલે કાવતરું રચી બારોબાર વહેંચી નાખી બાદમાં દ્વારકાના નારણભા ખેરાજભા કેરની મદદથી બોગસ ડોક્યુમેન્ટ બનાવી કોલસા અંગેની ટપાલ મેઈન ગેઇટ ઉપર તેમજ વે-બ્રિજ ઉપર ખોટી એન્ટ્રીઓ કરાવી બોગસ એન્ટ્રી વારા તથા બોગસ કાંટા ચિઠ્ઠીનો ઉપયોગ કરી તેમજ કોમ્પ્યુટર ઓપરેટરની તેમજ સિક્યુરિટીની સહીનો ઉપયોગ કરી આરએસપીએલ કંપનીમાં બિલ મૂકી કંપની સાથે છેતરપીંડી કરતા આ સમગ્ર પ્રકરણ અંગે કંપનીના કર્મચારી રવીન્દ્રભાઈ શાહુએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક માલિક, ડ્રાઇવર અને મદદ કરનાર ત્રણેય શખ્સો સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.