તંત્ર સજજ:દેવભૂમિમાં દિપોત્સવી પર્વમાં ફાયર, પોલીસ અને વિજતંત્ર સજજ

ખંભાળિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલગ અલગ ટીમો બનાવાઇ, ફાયરની ટીમો સ્ટેન્ડ બાય રખાઇ

ખંભાળિયામા ફાયર વિભાગ દ્વારા ફાયરના ત્રણ મોટા વાહનો અને સાંકળી બજારોમાં જઈ શકે તે માટે એક નાના ફાયરના વાહનની વ્યવસ્થા ઉભી કરી 24 કલાક સ્ટાફને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. દિવાળીના તહેવાર ટાણે કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.

તેમજ પી.જી.વી.સી.એલ. તંત્ર દ્વારા દિવાળીના પર્વ પર ખંભાળીયા અને ભાણવડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં તહેવારના દિવસોમાં વીજ પુરવઠો ન ખોરવાય તે માટે રાઉન્ડ ધ ક્લોક 6 ટિમો તૈનાત કરાઈ છે અને દર બે કલાકે જામનગર કન્ટ્રોલ વિભાગને શહેર વિસ્તારમાં જ્યોતિ ગ્રામ ફીડર સહિતના ફીડરોમા પુરવઠો ના ખોરવાય તે માટે દર બે કલાકે રીપોર્ટીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

તેમજ અલગ અલગ ત્રણ ટિમો દ્વારા શહેરમાં ફટાકડાંને કારણે કોઈ દુર્ઘટના ન ફેલાય તે માટે શહેરના મુખ્ય વિસ્તાર જોધપુર ગેઇટ, શાક માર્કેટ, નગર ગેઇટ વિસ્તાર અને ચાર રસ્તા વિસ્તારમાં સાંજે સાત વાગ્યાથી મોડી રાત સુધી બે દિવસ સુધી સ્ટાફ ફાળવાયાે છે.

અન્ય સમાચારો પણ છે...