તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:ખેડૂતોએ યોગ્ય વળતર-ન્યાયના સૂત્રોચ્ચાર સાથે જમીનના ખાડામાં બેસી વિરોધ નોંધાવ્યો

ખંભાળિયા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળિયા પંથકમાં વીજપોલ ઉભા કરતી કંપની સામે સતત ત્રીજા દિવસે ખેડૂતોનો વિરોધ
  • દ્વારકા જિલ્લામાં પસાર થતી 8 વિજલાઇનના ખેડુતો આવતીકાલે કલેકટર કચેરીએ એકઠા થશે

ખંભાળીયા પંથકમાં વિજપોલ ઉભા કરતી ખાનગી કંપની સામે ખેડૂતોએ યોગ્ય વળતર અને ન્યાય માટે બાયો ચડાવીને ત્રીજા દિવસે વિરોધ નોંધાવ્યો હતો.જેમાં વિજપોલ ઉભા કરવાનુ કામ ચાલુ હોય, ત્યાં જ પોલ પાસે ખેડૂતોએ જમીનના ખાડામાં બેસી જઇને યોગ્ય વળતર અને ન્યાય માટેના સૂત્રોચ્ચાર કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વિજ કંપની સામે દ્વારકાથી શરૂ થયેલો આ વિરોધ વંટોળ હવે રાજય વ્યાપી બને તેવા ભણકારા વાગી રહયા છે.

દ્વારકા જિલ્લામાં જેટકો અને ખાનગી કંપનીની વિજ લાઈનો પસાર થાય છે. જેને લઈને ખેડૂત અગ્રણીઓ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે સવારે 10 વાગ્યે ખેડૂતોને ઉપસ્થિત રહેવા ખેડૂત અગ્રણીઓ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ ખાનગી કંપનીઓ સામે કેમ લડત કરવી તેની રણનીતિ ઘડવામાં આવશે. ત્યારે દ્વારકા જિલ્લામાં લડતનું રણસિંગુ ફૂંકાયું છે. તે આવનાર દિવસોમાં કદાચ રાજ્ય વ્યાપી બને તો નવાઈ નહિ.

અત્રે ઉલ્લેખનીય છેકે, ખાનગી કંપની દ્વારા લાકડિયા-ભચાઉ-એસ્સારથી ભટ્ટ ગામ સુધીની ચારસો કેવીની વિજલાઇન ઉભી કરવામાં આવી રહી છે જેના વિરોધમાં ખેડુતોએ ત્રીજા દિવસે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. પ્રથમ દિવસે યોગા કરી અને બીજા દિવસે માનવ સાંકળ રચી અગાઉ વિરોધ વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...